________________
૪૪
છે. અને શુદ્ધ કેસર મેાંઘું હાવાથી કેશરના ઉપયાગ ન થવાથી અથવા એકલા ચંદનથી જો પૂજા કરવામાં આવે તે આશાતના થાય છે એમ માને છે. પરંતુ એ માન્યતા ખાટી છે.
કેસર વગેરે સુ'ગધ દ્રવ્યોથી મિશ્રિત ચંદનથી પ્રભુ જીનાં નવ અંગે – (૧) એ ચરણ (૨) બે જાનુ (૩) એ હાથ (૪) એ ખભા (૫) મસ્તક (૬) લલાટ (૭) કંઠ (૮) વક્ષ:સ્થળ (છાતી) (૯) નાભિ (ઉત્તર) અનામિકા આંગળીથી નવે અ'ગની પૂજાના તે તે દુહા ખેલીને, એ એ અંગેની ભાવનાના વિચાર કરતાં કરતાં શાંત ચિત્તથી નમ્રતાપૂર્વક મૌન રહીને પૂજા કરવી જોઈ એ.
ચન્દ્રનપૂજા કરતી વખતે એવી ભાવના ભાવવી જોઈ એ કે, હે પ્રભુ! જેવી રીતે આ ચંદન અંગે અ’ગમાં શીતળતા પ્રગટાવે છે, તેવી જ રીતે મારા આત્મામાં પણ સમતાની શીતળતા પ્રગટો, હાથમાં ચંદનની વાટકી લઈ ને નમાત્ સિદ્ધાચાર્યાયાધ્યાય સર્વ સાધુલ્ય ઃ । કહી ચન્દ્રન પૂજાના દુહેા તથા મંત્ર એલવે. ચંદન પૂજાના દુહા :
શીતલ ગુણ જેહમાં રહ્યો, શીતલ પ્રભુ મુખ રંગ : આત્મ શીતલ કરવા ભણી, પૂજો અરિહા અંગ સત્રઃ હ્રી` શ્રી પરમ પુરૂષાય પરમેશ્વરાય જન્મજરામૃત્યુ નિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય ચંદન' યજામહે સ્વાહા. ઉપર પ્રમાણે દુહા અને મત્ર મેલ્યા બાદ ચંદન,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org