________________
જગત્કર્તા જ સિદ્ધ નથી.” આ પ્રમાણે દશમા શ્લોકનો અર્થ છે.
આશય એ છે કે પૂર્વે જણાવ્યા મુજબ ધ્વસ્તદોષત્વના કારણે પરમાત્મામાં મહત્ત્વ સિદ્ધ હોવાથી પરમાત્મા ને મહાનું નાસ્તૃત્વાન્ કર્માધિવત્ આ અનુમાનથી પરમાત્મામાં મહત્ત્વાભાવ સિદ્ધ નહિ થાય. કારણ કે જગત્કર્તુત્વ કોઈ પણ વ્યક્તિમાં સિદ્ધ નથી.
યદ્યપિ સિત્યાવિ સર્જી શાર્વત્થાત્ વટાદ્વિવત્ આ અનુમાનથી જગત્કર્તા સિદ્ધ થાય છે. જ્યાં જ્યાં કાર્યત્વ છે (જન્યત્વ છે) ત્યાં ત્યાં સકર્તૃત્વ હોય છે. ઘટાદિમાં કાર્યત્વ છે તેથી ત્યાં કુલાલાદિનું (કુંભારાદિનું) કર્તુત્વ છે. આવી જ રીતે પૃથ્વી વગેરેમાં કાર્યત્વ હોવાથી ત્યાં પણ કોઈનું પણ કર્તૃત્વ હોવું જ જોઈએ. પૃથ્વી વગેરેમાં આપણા સૌનું કર્તુત્વ ન હોવાથી પૃથ્વી વગેરેનો જે કર્તા છે, તે જ જગત્કર્તા છે – એ સિદ્ધ થાય છે. પરંતુ ફિત્યાદિ (પૃથ્વી વગેરે)માં કાર્યત્વ ભલે રહ્યું (હેતુ ભલે હોય) પરન્તુ સકતૃત્વ(સાધ્ય) તેમાં માનતા નથી.' - આવી શંકા(વ્યભિચારશંકા)ને દૂર કરવા માટે કોઈ તર્ક ન હોવાથી અનુમાન પ્રયોજક નહિ બને.
યદ્યપિજ્યાં કાર્યત્વ છે ત્યાં કર્તૃપ્રયોજ્યત્વ છે અને જ્યાં કર્તૃપ્રયોજ્યત્વનો અભાવ છે ત્યાં કાર્યત્વનો અભાવ છે – આ નિયમથી કાર્યમાત્રની પ્રત્યે કર્તા કારણ છે-એ સ્પષ્ટ છે. ક્ષિતિ વગેરે કાર્યમાં કાર્યત્વ માનીએ અને કર્તૃપ્રયોજ્યત્વ (સકર્તુત્વ) ન માનીએ તો ઉપર જણાવ્યા મુજબ કાર્યમાત્રની પ્રત્યે કર્તા કારણ છે - આવો સામાન્યથી કાર્યકારણભાવ માની શકાશે નહિ. તેથી એ કાર્યકારણભાવના અનુરોધથી સિત્યાદિમાં
= ૨૪