Book Title: Jeev Vichar
Author(s): Vijayravishekharsuri
Publisher: Jhalawad Jain S M P Tapagaccha Sangh Trust

View full book text
Previous | Next

Page 11
________________ જે જીવો આગમ વાંચનના અધિકારી ન બની શકે અને જે મંદ લયોપશમવાળા હોય તેવા જીવોને પણ આ ષજીવ નિકાય જીવોનો બોધ સરળ રીતે પ્રાપ્ત થાય, તેથી આ જીવવિચાર પ્રકરણ એ આગળના નવતત્ત્વ, દંડક, લઘુસંગ્રહણી, કર્મગ્રંથાદિમાં પ્રવેશવાના પાયારૂપ છે અર્થાત્ તત્ત્વના દરિયારૂપ જિનશાસનમાં તે પ્રવેશ દ્વાર સમાન છે. આથી અત્યંત ઉપયોગી એવા જીવવિચાર પ્રકરણની રચના પ્રાયઃ કરીને સંવત ૧૦૦૪માં વડગચ્છમાં થયેલા પૂ.શાંતિસૂરિ મહારાજે કરી છે. જેઓએ ભોજરાજાની સભામાં ૫૦૦ પંડિતોને તથા બીજા પણ પંડિતોને હરાવતાં ભોજરાજાએ તેમને વાદિવેતાલનું બિરુદ આપ્યું. જેમણે ઉત્તરાધ્યન આગમ પર ૧૮૦૦૦ શ્લોક પ્રમાણ પાઈઅટીકા રચી છે અને ધનપાલ પંડિત રચિત તિલક મંજરીનું સંશોધન કર્યું છે. એવા પ્રકાંડ વિદ્વાન ત્રષિએ આગમરૂપ મહાસાગરમાંથી સંક્ષેપ રુચિવાળા અને મંદ મતિ જિજ્ઞાસુ જીવોના બોધ માટે જીવવિચાર પ્રકારની રચના કરી. પ્રાતઃ સ્મરણીય મારા પરમોપકારી પૂ. ગચ્છ સ્થવિર દાદા આચાર્ય ગુરુદેવ શ્રીમદ્ વિજય લલિતશેખર સૂરિ મહારાજાએ માસતુષ જેવા જડમતિવાળા એવા મને આ જીવ વિચાર પ્રકરણ અને નવતત્ત્વનો અભ્યાસ ઘણા વર્ષો સુધી જાતે પાઠ સાંભળવા રૂપે, પુનરાવર્તન કરાવવા વડે તે પદાર્થો મુખપાઠ કરાવીને ઘણો ઉપકાર કર્યો છે. તેના કારણે હું જીવ વિચાર – નવ તત્ત્વની વાચના આપવા ભાગ્યશાળી થયો છું. - ૨૦૯માં નાના મોઢાથી શંખેશ્વર છરી પાલિત સંઘમાં જતાં રસ્તામાં વૈયાવચ્ચી મુનિરાજ શ્રી દિવ્યશેખર વિ. મ. નો અકસ્માત થતાં, રાજકોટ વર્ધમાન નગરમાં વૈશાખ-જેઠ મહિનામાં રોકાણ થતાં સંઘના તત્ત્વજિજ્ઞાસુ આરાધકોની તીવ્ર માગણીના કારણે જીવ વિચારની વાચના શરૂ કરાઈ – અધૂરી રહેલી વાચના સુરેન્દ્રનગર મુકામે પૂર્ણ થઈશ્રાવકોને તે ઘણી ઉપયોગી બનતાં પુસ્તકરૂપે પ્રકાશિત કરવાનો નિર્ણય થયો. - દેવગુરુકૃપાબળે વાચનાઆપતાં જે વિશિષ્ટ સંવેદનારૂપે ભાવો પ્રગટ જીવવિચાર || ૧૦

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 328