Book Title: Jambuswami Acharya Ardrakumar
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 22
________________ જેન બાલગ્રંથાવલિ શ્રેણી ૧- ૩ સુખ મળશે. સારું કરવું તેનું નામ પુણ્ય. ખોટું કરવું તેનું નામ પાપ !” પોતાના કાન વેપારી તરફ રાખીને, નેત્રો મૂર્તિ પર ઠેરવીને કુમાર ઊંડા વિચારમાં ઊતરી ગયો. એને કાંઈ યાદ આવી રહ્યું હતું. મન જાણે દરિયામાં ડૂબકી મારી રહ્યું હતું. એમ વિચાર કરતાં તો કુમાર બેભાન બની ગયો. કેટલીક પળો એમ ને એમ વીતી. થોડી વારે કુમારે આંખો ખોલી. એણે કહ્યું: “શું માણસને પૂર્વભવ હોતો હશે? અને એ એને આ ભવમાં યાદ આવતો હશે?” હા, ભાઈ ! આ આત્માએ તો અનેક ભવ કર્યા છે, ને હજી કરશે. અમારે ત્યાં કોઈને એવું જ્ઞાન થાય તો એ જાતિસ્મરણ જ્ઞાન કહેવાય છે. શું ભલા, તમને એ થયું છે? તો તો તમે ભારે પુણ્યાશાળી ને ભદ્રિક કહેવાવ.” “મને એ જ્ઞાન થયું છે. સાંભળો મારી વાત : પુરા કાળમાં મગધ દેશમાં વસતપુર નામે નગર હતું. ત્યાં એક સામાયિક નામનો કણબી હતો. તેને બંધુમતી નામે સુંદર ને કહ્યાગરી સ્ત્રી હતી. એક વખત બંનેને સંસારી જીવન પર વૈરાગ્ય થયો. તેમણે ઘર છોડી દીક્ષા લીધી. એક વખતની વાત છે. વિહાર કરતાં એક શહેરમાં તેઓ એકઠાં થયાં. બંધુમતીને જોતાં સામાયિકને પૂર્વનો સ્નેહ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36