Book Title: Jain Tattvagyan Ane Adhunik Vigyan
Author(s): Divyakirtivijay
Publisher: Tintoi S M P Jain Sangh

View full book text
Previous | Next

Page 380
________________ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન તેના પડઘાને અલગ અલગ સાંભળવામાં ૧ ડેસીસેકંડ લાગે છે. અને વોયેજ૨-૧ નામનું અવકાશયાન ૨ કિ.મી.અંતર કાપે છે. ૩૫૨ તે પછી સેકંડનું માપ છે. તેમાં પૃથ્વી, સૂર્ય ફરતે ૩૦ કિ.મી., સૂર્ય આકાશગંગામાં ૨૭૪ કિ.મી. અંતર કાપે છે. વિજ્ઞાનીઓ મુજબ સીઝિયમ-૧૩૩ નામનો ૫૨માણુ ૯,૧૯,૨૬, ૩૧,૭૭૦ (૯ અબજથી કંઈક અધિક) દોલનો કરે, તેને ૧ સેકંડ કહેવાય છે. ૬૦ સેકંડની ૧ મીનિટ. ૧ મિનિટમાં છછુંદ૨નું હૃદય ૧૦૦૦ વખત ધબકે છે. માણસ ૧ મિનિટમાં ૧૫૦ શબ્દો બોલી શકે, ૨૫૦ વાંચી શકે. સૂર્યપ્રકાશને પૃથ્વી ઉપર આવતાં ૮ મિનિટ લાગે. આપણું શરીર ૬૦ હજાર અબજ (૬×૧૦૧૩) સૂક્ષ્મ કોષોનું છે. એક કોષ બનતાં ૧ કલાક લાગે છે. આપણું હૃદય ૨૪ કલાકમાં ૧ લાખવાર ધબકે છે. અને ફેફસાં ૧૧ હજાર લીટર હવા લે છે. આ રીતે વર્ષ, શતાબ્દિ, સહસ્રાબ્દિ, મિલેનિયમ અને તેથી આગળવધી આશરે ૧૩.૭ અબજ વર્ષ પહેલાં વિશ્વની ઉત્પત્તિ માની ત્યાં સુધીનો ગાળો છે. તેમજ વિશ્વ ઉત્પન્ન થયું ત્યારથી વિસ્તરી રહ્યું છે. જે તેઓની માન્યતા મુજબ છેલ્લા તારાનું મૃત્યુ (નાશ) ૧૦ લાખ અબજ (૧૦૧૫) વર્ષે થશે, અને બ્લેકહોલનું બાષ્પીભવન ૧૦૧૦૦ વર્ષે થશે, ત્યાં સુધીનો દીર્ઘ ગાળો જણાવે છે. (ગુ.સ. ૬-૮-૧૪ ડીસ્કવરી ડૉ. વિહારી છાયાના આધારે) જૈનતત્વજ્ઞાન મુજબ આપણે જોયું કે, વિશ્વ અનાદિ અનંત છે. કાળનો સૂક્ષ્મતમઅંશ સમય, અને દીર્ઘતમ સમય પુદ્ગલપરાવર્ત છે. ભૂતકાળ ભવિષ્યકાળ અનંત પુદ્ગલપરાવર્ત છે. આ સઘળું જોતાં તેના જ્ઞાનની વિશાળતા અને સૂક્ષ્મતા પણ સમજી શકાશે.

Loading...

Page Navigation
1 ... 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410