Book Title: Jain Shikshavali Nayvichar
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 42
________________ ૪૧ અનેકાંતવાદ યાને સ્યાદ્વાદ મહાવીરના બતાવેલા સ્યાદ્વાદને લોકે સંશયવાદ કહે છે, પણ હું એ વાતને સ્વીકાર કરતા નથી. સ્યાદ્વાદ એ સંશયવાદ નથી, પણ આપણને એક દષ્ટિબિંદુ પુરું પાડે છે અને વિશ્વનિરીક્ષણ માટે નવે પાઠ આપે છે.” હિંદના વિદ્વાન સાહિત્યકાર કાકાશ્રી કાલેલકર જણાવે છે કે એક જ સત્ય અનેક રૂપમાં પ્રગટ થાય છે. એક એક જાતિ, એક એક જમાનો અને એક એક દેશ સત્યના એક એક અંશનું ગ્રહણ કરી શકે છે અને તેથી પરસ્પર વિરોધી દેખાતી છતાં બધી દષ્ટિએ સાચી હોય છે, એ જેના સ્યાદ્વાદનું તત્વ હિંદુસ્તાનના આખા ઈતિહાસમાં ઘડાએલું આપણે જોઈએ છીએ. વળી તેઓ “ભગવાન મહાવીરની નિર્વાણ ભૂમિ ” નામના લેખમાં જણાવે છે કે “અમુક દૃષ્ટિએ જોતાં એક વસ્તુ એક રીતે દસે છે, બીજી દષ્ટિએ તે બીજી રીતે દેખાય છે. જન્માધે જેમ હાથીને જુદી જુદી રીતે તપાસે તેવી આ દુનિયામાં આપણી સ્થિતિ છે.” - સશત મહૈસુરનરેશે એક મનનીય વ્યાખ્યાનમાં જણાવ્યું હતું કે જૈન ધર્મના અનેકાંતવાદે તમામ ધર્મો, ફિલસુફીઓ અને યુક્તિવાદનું ચિક્ય શૈધેલું છે.” પંડિત હંસરાજજી શર્માએ “દર્શન અને અનેકાંતવાદી એ નામના પુસ્તકમાં જણાવ્યું છે કે–અનેકાંતવાદ એ અનુભવસિદ્ધ, સ્વાભાવિક અને પરિપૂર્ણ સિદ્ધાન્ત છે.” - આ જ રીતે બીજા અનેક તટસ્થ વિદ્વાનેએ આ સિદ્ધાંતના મહત્વને સ્વીકાર્યું છે, જેમાં મહાત્મા ગાંધી

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58