Book Title: Jain Shastrona Chuntela Shloko Part 01
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 8
________________ સંસ્કૃતિરક્ષા અને ધર્મરક્ષાનો એ સબળ યોદ્ધો બને એ જ આ તપોવનનું એકમાત્ર લક્ષ છે. એનામાં ધાર્મિક્તા, માનવતા અને રાષ્ટ્રીયતા (રાષ્ટ્રદાઝ) જો લાવી ન શકાય તો તપોવનને નીચું જોવાનું થાય એવું તમામ કાર્યકરણનું મંતવ્ય છે. જો આ બધી વિચારણામાં અને એના આધારે ગોઠવાયેલા તપોવનના માળખામાં મા-બાપોને રસ પડતો હોય તો તેમનાં બાળકોને વિકૃતિઓનાં ઝંઝાવાતમાંથી ઉગારી લેવા માટે તપોવનમાં (ધોરણ ૫ થી ૧૨ની શાળા માટે) કમસે કમ ત્રણ વર્ષ માટે તો મૂકવાં જ જોઈએ. બાળક તો નાદાન છે. એના ભાવિના ઘડતરના આ કામમાં અને ક્યાંક અગવડતા પડે; એની ઘરેલું સ્વછંદતાને અહીં પોષણ ન મળે તેથી તે તપોવનમાં દાખલ થવામાં અરુચિ બતાવે તો કઠણ કાળજાના બનીને પણ મા-બાપોએ બાળકોના સમગ્ર જીવનના હિતમાં તેને ઓછામાં ઓછું ત્રણ વર્ષનું સંસ્કરણ તપોવનમાં આપવાનો નિર્ણય કરવો જ જોઈએ. | ( યાદ રાખો ) લાડમાં કે લાગણીમાં મા-બાપો તણાશે તો બાળકોના જીવનને આરંભમાં જ એવું મોટું નુકસાન થઈ જશે જે જીવનભરમાં ભરપાઈ થશે નહિ; જેનાથી આખું કુટુંબ ત્રાહિમામ પોકારી જશે. ના... હવે શા માટે ક્રિડ્યાનિટીનો જ પ્રચાર કરવાની નેમવાળી કોન્વેન્ટ-સ્કૂલમાં આપણાં બાળકો જાય ? ધો. ૪ સુધી કોન્વેન્ટમાં ભણનારા બાળકોને તપોવનમાં જરૂર મૂકી શકાશે. હવે તો માત્ર તપોવન એ જ આપણાં સંતાનોનો તરણોપાય.

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 194