________________
જૈન સાહિત્ય સમારોહ-ગુચ્છ ૪
(૪) એક સમયમાં વધુમાં વધુ ૧૦૮ સામાન્ય કેવલીઓ સિદ્ધ થાય. (૫) એક સમયમાં વધુમાં વધુ ૧૦૮ સ્વયંબુદ્ધ સિદ્ધ થાય. (૬) એક સમયમાં વધુમાં વધુ ૧૦ પ્રત્યેક બુદ્ધ સિદ્ધ થાય. (૭) એક સમયમાં વધુમાં વધુ ૧૦૮ બુદ્ધબોધિત સિદ્ધ થાય. (૮) એક સમયમાં વધુમાં વધુ ૧૦૮ સ્વલિંગી સિદ્ધ થાય. (૯) એક સમયમાં વધુમાં વધુ ૧૦ અન્યલિંગી સિદ્ધ થાય. (૧૦) એક સમયમાં વધુમાં વધુ ૪ ગૃહસ્થલિંગી સિદ્ધ થાય. (૧૧) એક સમયમાં વધુમાં વધુ ૧૦૮ પુરુષલિંગી સિદ્ધ થાય. (૧૨) એક સમયમાં વધુમાં વધુ ૨૦ સ્ત્રીલિંગી સિદ્ધ થાય. (૧૩) એક સમયમાં વધુમાં વધુ ૧૦ નપુંસકલિંગી સિદ્ધ થાય. (૧૪) આ બધા જુદા જુદા પ્રકારના ભેગા મળીને કોઈ પણ એક સમયે વધુમાં વધુ ૧૦૮ સિદ્ધ થાય.
૯૦
સિદ્ધગતિનાં દ્વાર નિરંતર ખુલ્લાં છે, છતાં ક્યારેય કોઈ જીવ સિદ્ધ ન થાય એવો કાળ પણ હોય છે. એવો અંતર કાળ કેટલો ? એટલે કે બે સિદ્ધ કે સિદ્ધો વચ્ચેનું જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર કેટલું ? જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટ છ મહિનાનું અંતર સિદ્ધ થયા વિનાનું હોય છે. અવગાહના આશ્રીને સિદ્ધો નીચે પ્રમાણે થાય :
(૧) જન્ય બે હાથની કાયાવાળા (વામન સંસ્થાનવાળા) એક સમયમાં વધુમાં વધુ ૪ સિદ્ધ થાય. (તેમની અવગાહના એક હાથ અને ૮ અંગૂલની રહે.)
(૨) મધ્યમ કાયાવાળા એક સમયમાં વધુમાં વધુ ૧૦૮ સિદ્ધ થાય. તેમની અવગાહના તેમની કાયાના લગભગ ૨/૩ ભાગ જેટલી રહે.
(૩) ઉત્કૃષ્ટ પાંચસો ધનુષ્યની કાયાવાળા એક સમયમાં વધુમાં વધુ બે સિદ્ધ થાય. તેમની અવગાહના ૩૩૩ ધનુષ્ય અને ૩૨ અંગુલ જેટલી રહે. (ઋષભદેવ ભગવાનના કાળમાં તેમના સહિત ઉત્કૃષ્ટ પાંચસો ધનુષ્યની કાયાવાળા ૧૦૮ જીવો એક સાથે એકસમયમાં મોક્ષે ગયા તેન અચ્છેરા તરીકે ગણવામાં આવે છે.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org