Book Title: Jain Sahitya Samaroha Guchha 1
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૨૬૦
જૈન સાહિત્ય સમારોહ તપસ્વી અને દાતા કરતાં પણ જેના હૃદયમાં સત્યની નિષ્ઠા છે તે મહાન છે. હૃદયશુદ્ધિ સત્યનિષ્ઠાથી સિદ્ધ થાય છે.”
“અને જે મનુષ્ય કયારેય અસત્ય ન બોલે તે અન્ય સદગુણે એના માટે નિપ્રયોજન છે !” ખૂબ માર્મિક રીતે સંતે બેઉ છેડાની વાત કહી છે.વિરોધાભાસી છતાં કેટલી સંવાદી !
અહિંસા : સંતકવિએ “કુરળમાં જૈન દર્શનની સક્ષમ અને અને વ્યાપક અહિંસાની પ્રાણપ્રતિષ્ઠા કરી છે, એમ કહી શકાય.
હિંસક માનવી ભયભીત હોય છે. પરિગ્રહવૃત્તિ અને લાલસા બિનસલામતીની ભાવનામાંથી જન્મે છે અને પરિગ્રહમાંથી ભય ઉત્પન્ન થાય છે. અહિંસક માનવી જ નિર્ભિક હેઈ શકે જેન ધર્મની આધારશિલા અહિંસા છે. જેનેની અહિંસાની ભાવનાને– મહાવ્રતને સંતકવિએ યથાર્થ રૂપે વાચા આપી છે. - સત્ય સૌથી ચડિયાતું છે, એમ કવિએ કહ્યા બાદ ફરી કવિ
અજોડ સગુણ અહિંસા છે. સત્યનું સ્થાન પણ અહિંસા પછી જ આવે છે. અહિંસા સતમ ગુણ છે. તમામ પાપની વણજાર હિંસાની સાથે આરંભાય છે. સમાતિસૂક્ષ્મ જીવને પણ ઉગારવાને વિચાર પ્રેરે તેને સન્માગ કહેવો. અહિંસાવ્રતની પ્રતિજ્ઞા કરનારને મહિમા કરે.'
જૈન શાસ્ત્રના અહિંસા સત્રમાં લખ્યું છે: “મતિમાન મનુષ્ય તમામ પ્રકારની યુતિઓથી વિચારીને, અને તમામ પ્રાણીઓને દુઃખ ગમતું નથી એ હકીકતને પિતાના જાત-અનુભવથી સમજીને કઈ પણું પ્રાણીની હિંસા ન કરવી.”
સંતકવિએ આ જ વાત કહી છે: *
પ્રાણુ સર્વને પ્રિય છે એટલે પિતાના પ્રાણને બચાવવા માટે અન્ય જીવોને પ્રાણ હરી ન લેતાં.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org