________________
રાક્ષસવંશ અને વાનરવંશ ભાગ-૧
જૈન રામાયણઃ -
૨૧૨
પર રજોહરણની ખાણ ચે વેદિઢિરાનાનો, વિદ્યાહોવીર્વર્ધિતા ? तैरुपेत्योपायनायैः, पूजितो ढशकन्धरः ॥११॥"
'હે રાજન્ ! આ ક્ષિણાર્ધ ભરતક્ષેત્રમાં જે લેઈ રાજાઓ વિદ્યાઓ અને ભુજાઓના વીર્યથી ગર્વિષ્ટ બનેલા હતા, તે સઘળા રાજાઓએ આવીને ભેટ વગેરેથી શ્રી રાવણની પૂજા કરી છે.'
અર્થાત્ એવો કોઈ પણ રાજા આ દક્ષિણાર્ધ ભરતક્ષેત્રમાં નથી, કે જે રાજાઓ શ્રી રાવણને ભેટ આદિથી પૂજા ન કરી હોય. આથી "दशकंठस्य विस्मृत्या, भवतश्चार्जवादयं । इयान् कालो ययौ, तस्मिन् भक्तिकालस्तवाधुना ॥२॥"
આપનો આ આટલો બધો કાળ શ્રી રાવણની ભક્તિ વિનાનો ગયો, એનું કરણ શ્રી રાવણની વિસ્મૃતિ અને આપની સરળતા સિવાય બીજું કશું જ નથી.'
એટલે કે આપની સરળતાથી અને શ્રી રાવણના વિસ્મરણથી જ આપ આટલા કાળ સુધી શ્રી રાવણ જેવા સ્વામીની આજ્ઞાનો સ્વીકાર ર્યા વિના રહી શક્યા છો, પણ હમણાં તો આપને માટે શ્રી રાવણ પ્રત્યે ભક્તિ બતાવવાનો જ સમય છે તે સિવાય બીજો કોઈ ઉપાય જ નથી. માટે
"भक्तिं दर्शय तस्मिन् शक्तिं वा दर्शयाधुना । મજી-શવિહીનā - હેવમેવ ઉનહચરસ ૩ ?”
“હે રાજન્ ! આપ શ્રી રાવણ પ્રત્યે ભક્તિ બતાવો, અને જો ભક્તિ ન જ બતાવવી હોય તો શક્તિને બતાવો, કારણકે જો આપ ભક્તિ કે શક્તિ બેયથી હીન હશો, એટલે કે નહિ બતાવી શકો ભક્તિ કે નહિ બતાવી શકો શક્તિ, તો એ વાત નિશ્ચિત જ છે કે આપ એમના એમ જ એટલે કે બૂરી હાલતે વિનાશ જ પામી જશો.'
જેવું કથન તેવો જ ઉત્તર,
શ્રી રાવણે મોકલેલા દૂતના કથનથી હદયમાં વધુ ઉશ્કેરાયેલા શ્રી ઇંદ્રરાજાએ દૂતને ઉદ્દેશીને કહ્યું કે "इन्द्रोऽपि निजगावं, वराकैः पूजितो नृपैः । रावणस्तदयं मत्तः, पूजां मत्तोऽपि वाटाति ।।"