Book Title: Jain Pratibha Darshan
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 1155
________________ ૧૧૦૬ ] [ જૈન પ્રતિભાદર્શન જર્નલ'ના માધ્યમથી જૈન ધર્મનો માનનીય પરિચય કરાવી રહ્યા છે. એકથી વધુ તેમણે નૃત્ય-નાટકો લખ્યા છે. ૧૨૫ થી વધુ નિબંધો, ૧૫૦ જેટલી જૈન કથાઓ, 100 જેટલાં કાવ્યો લખ્યાં છે. અનેક અનુવાદો કર્યા છે, વિવિધ ગ્રંથોનું સંપાદન કર્યું છે, સંદર્ભ ગ્રંથો પણ લખ્યા છે. તેમના સાહિત્યમાં સત્ય જોઈને તેમને શાંતિવિજય જ્ઞાનપીઠ પુરસ્કાર, જિનેશ્વર પુરસ્કાર તેમ જ અર્જુન પુરસ્કાર મળેલાં છે. સને ૧૯૮૩ માં તેઓએ ૬૧મા વર્ષમાં પ્રવેશ કર્યો ત્યારે તેમના પ્રસંશકો, મિત્રો અને પરિચિતોએ તેમનું અભિવાદન કર્યું. અભિનંદન સમિતિએ તેમને રૂા. ૨૧ હજારની થેલી અર્ધી, ત્યારે લલવાણીજીએ રૂા. ૧૦૦૧ની રકમ પોતાના તરફથી ઉમેરી એ બધી રકમ “જૈન ભવન' ના કાર્યોના પ્રચાર માટે અર્પણ કરતાં કહેલ કે મારું જે કંઈ છે તે જૈન ભવનનું છે.” શ્રી ગણેશ લલવાણી શ્રીમંત નહોતા, સવેતન સમર્પિત કાર્યકર હતા. તેઓ સાહિત્ય કળાનો જીવ હોવા છતાં જૈન ભવનના હિસાબો પણ લખે. ત્રણ-ત્રણ પત્રોનું સંપાદન અને સંસ્થાની વહિવટી જવાબદારી છતાંય તેમના મગજ ઉપર કોઈપણ જાતનો ભાર કે તાણ દેખાય નહિ. બારીકાઈથી જોઈએ તો લલવાણીજીને કશાયનું વળગણ નહીં, તેમને કંઈ મેળવવાનો ધખારો પણ નહીં; સહજ ભાવે બધુ કરવાનું. સંબંધો દુનિયાભરના; પણ બધાય બંધન વિનાના સંબંધ. શ્રી ચંદુભાઈ શકરાભાઈ “એવા પ્રભુ અરિહંતને પંચાંગભાવે હું નમું....આ ભાવવાહી સ્તુતિના કર્તા શ્રી ચંદુભાઈ શકરાભાઈ આજથી ૪૦-૫૦ વર્ષ પહેલાં અમદાવાદમાં થઈ ગયા. પવિત્ર પાનસર તીર્થમાં તેઓએ આ સ્તુતિની રચના કરી. શ્રી નમસ્કાર મહામંત્રના સમરાધક અને સાધક પંન્યાસજી મહારાજ શ્રી ભદ્રકરવિજયજી મહારાજના માર્ગદર્શન અનુસાર શ્રી પાનસર તીર્થના શાંત, શીતલ અને આહલાદક વાતાવરણમાં “નમસ્કાર-સ્વાધ્યાય ગ્રંથના સ્વાધ્યાયનો પ્રારંભ કર્યો. સ્વાધ્યાયમાં જેમ જેમ આગળ વધતા ગયા તેમ તેમ તેમના આત્મામાં આનંદના ઓઘ ઊછળવા લાગ્યા. એક-એક પંક્તિ વાચતા જાય અને એના કર્તાને યાદ કરતા જાય-- ઓ હો...હો...આવો અદ્ભુત ગ્રંથ અને ગ્રંથકર્તાએ આખા ગ્રંથમાં ક્યાંય પોતાનો નામોલ્લેખ સુદ્ધા કર્યો નથી. કેટલી નિઃસ્પૃહતા, નામનો મોહ કેટલો ઉતારી દીધો હશે! અરિહંત પરમાત્મા પ્રત્યે કેવો સમર્પણભાવ! જે છે તે અનંત ઉપકારી અરિહંત પરમાત્મા જ છે. આ હું લખતો નથી પણ પ્રભુ લખાવે છે; હું તો માત્ર વાહક છું. આવો ભાવ જાગે ત્યારે જ આટલી નિ:સ્પૃહતા પ્રગટે.” આમ, સ્વાધ્યાયમાં રમમાણ હતા; મનમાં આવા ઉત્કૃષ્ટ ભાવો રમતા હતા અને એ ભાવમાં ને ભાવમાં જ સહજ રીતે અંતરમાંથી આ કડી ઉદ્દભવી-- “એવા પ્રભુ અરિહંતને પંચાંગભાવે હું નમું....” અને અરિહંત વંદનાવલિ ગુજરાતી પદ્યરૂપે શ્રીસંઘને એ પ્રાપ્ત થઈ. એક બાજુ સ્વાધ્યાય પૂરો થયો અને બીજી બાજુ રચના પૂર્ણ થઈ. ચંદુભાઈના સ્વાધ્યાય પ્રેમમાં તેમની માતાનો ધર્મપ્રેમ કારણરૂપ છે. તે કાળમાં ચંદુભાઈ અમેરિકામાં જઈ, ભૌતિક શાસ્ત્રનો ઊંડો અભ્યાસ કરી---ભણીને ભારત આવ્યા. અમેરિકામાં રહીને તેઓ દૂધમાંથી સીધું જ ઘી બનાવવા અંગેનું સંશોધન કરી સિદ્ધિ મેળવીને ભારત આવ્યા હતા. આ તો તે કાળની વાત કે જ્યારે મુંબઈ પણ પરદેશ કહેવાતું હતું, ત્યારે અમેરિકા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 1153 1154 1155 1156 1157 1158 1159 1160 1161 1162 1163 1164 1165 1166 1167 1168 1169 1170 1171 1172 1173 1174 1175 1176 1177 1178 1179 1180 1181 1182 1183 1184 1185 1186 1187 1188 1189 1190 1191 1192