Book Title: Jain Lagna Vidhi
Author(s): Ramanlal C Shah
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 10
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ના જમાના ની છે . વિધિકાર માટે સૂચના અને ૧. વિધિકારે લગ્નવિધિ કરાવતાં પહેલાં આ જે લગ્નવિધિ ધ્યાનપૂર્વક વાંચી લેવી અને વિધિનો ક્રમ, સામગ્રી તથા સમયનો અંદાજ કાઢી લેવો તથા શ્લોકો અને મંત્રોના ઉચ્ચારનો મહાવરો કરી લેવો. ૨. વિધિકારે લગ્નમંડપમાં બેસવાની વ્યવસ્થા તથા ચીજવસ્તુઓની ગોઠવણી વિચારી લેવી તથા સામગ્રી માટે પૂર્વતૈયારી કરી લેવી. અનિવાર્ય હોય ત્યાં ફેરફાર કરી લેવા. ૩. વિધિમાં આવતા શ્લોકોનું તથા મંત્રોનું જો પઠન કરવામાં આવે અથવા જો ગાન કરવામાં આવે તો તેમાં સમયનો ફરક પડે છે. પોતાના સમયનો અંદાજ એ પ્રમાણે કાઢી લેવો અને વૈકલ્પિક વિધિ અંગે પણ નિર્ણય કરી લેવો. ૪. જ્યાં વરપક્ષ કે કન્યાપક્ષમાંથી કોઈ એક પક્ષ અર્જન હોય અને અમુક પ્રકારનો આગ્રહ હોય ત્યાં યથોચિત ફેરફાર કરી લેવો. ૫. કેટલીક જ્ઞાતિમાં લગ્નવિધિના આરંભમાં અને કેટલીક જ્ઞાતિમાં લગ્નવિધિને અંતે મંગલાષ્ટક ગાવાનો રિવાજ છે. વરકન્યાનાં, એમનાં માતાપિતાનાં તથા સ્વજનોનાં નામોની ગૂંથણીવાળાં સ્વરચિત અથવા અન્યરચિત તૈયાર મળતાં મંગલાષ્ટકમાંથી કોઈક પસંદ કરીને, વર-કન્યા-પક્ષની ઇચ્છાનુસાર વિધિમાં યોગ્ય સ્થળે ઉમેરી શકાય. જો તેવી કોઈ શક્યતા ન જણાય તો આઠ શ્લોકોના વિજપંજર સ્તોત્રને મંગલાષ્ટક તરીકે ગણી શકાય. ૬. પરિશિષ્ટમાં આપેલાં આરતી, મંગળદીવો વગેરે કરવામાં પોતપોતાની શ્રદ્ધા અનુસાર યથોચિત ફેરફાર કરી શકાય. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49