________________
( ૬૦ )
છે. હવે તું મારા ઘરમાંથી હમણાજ તીકલ ને જ્યાં ગમે ત્યાં જા. તું પા નાના માપના ઘેર જઇ રહે, અમારૂં ઘર તને રહેવા યાગ્ય નથી એવી ૨ીતે તેના ધિક્કાર કરીને તે રાક્ષસી જેવી નિર્દય સાસુએ તેના પિતાના ઘેર ૫હોંચાડવા સારૂ પેાતાના સેવકોને હુકમ કર્યા. પછી તે સેવકો વસંતતિલકા સખી સહિત અજનાને રથ ઉપર બેસાડી ચાલ્યા. તે માહેદ્ર રાજાના નગર પાસે આવતાંજ તેને ઉત્તારી મેલી. તે વખતે તે બિચારી નીરદાષ સ્ત્રીને જે દુ:ખ થયું, તે પેલા સેવકોષી દેખાયુ નહીં, આંખે પાણીથી ભરાઈ ગઈ. તેપણ બિચારા તે શું કરે. ચાકરને ધણીના હુકમ પ્રમાણે ચાલવું જોઇએ. પછી તે અજનસુંદરીને નમસ્કાર કરીને, તથા તેની પાસે ક્ષમા માગીને પાછા ફયા.
એવા પ્રસંગે સંધ્યાકાલ ઢુકડો આવ્યા, તે જાણે અજનસુંદરી મહા દુઃખરૂપ સમુદ્રમાં ડુખી થકી ડચકા ખાવા લાગી તે જોવાઇ ન શકાયાથીજ સુર્ય આથમી ગયે! હાયની ! કેમકે ઉત્તમથી ઉત્તમની વિપત્તિ જેવાતી નથી. પછી જ્યારે રાત્ર પડી ત્યારે મહાભયાનક ઘુવડ ખેાલવા લાગ્યા. કાલ્હા બાલવા લાગ્યા, વૃક નામના વત પશુના શબ્દ થવા લાગ્યા. અને ખીજા પણ ઘણાં મેઢા વ્યાત્રાના શબ્દો સાંભળ્યામાં આવ્યા તે જાણે કાનજ ફુટી જાય છે કે શુ? એવા શબ્દો સાંભીને તથા ભયભીત થઈને એમને એમ તે રાત તેણે મોટા દુ:ખ વડે જેમ તેમ કાહાડી. પ્રાત:કાલે ઉડીને લજ્જરમાન થઈ થકી ભીખારણીની પેઠે પોતાની સખી સહિત પોતાના બાપના ઘરના દ્વાર પાસે આવીને ઉભી રહી. ત્યાંના દ્વારપાલ લાકે તેને એવી અવસ્થામાં જોઇને જલદી જઇને રાજાને કહ્યું. રાજાએ તેના વૃત્તાંત સાંભળીને લજ્જામાન ઇ નીચે મુખ ઘાલીને મનમાં વિચાર કરવા લાગ્યા. જે સ્ત્રીઓના ચરીને અચિંત્ય છે, અરે ! કુળને કલંક લગાડનારી વ્યભિચારણી અજના મારે ઘેર આવી, તેથી મારા કુળને કલગ લાગ્યા. જેમ સĚદવસ ઉપર લગારેક કાજળ લાગે તે કપડુ દુષિત થાય છે, તેમ એણે મારા કુળને દુષણ, લગાડયું. એવી રીતે ચિંતાતુર થયા થકો, જેના મુખનું તેજ હણાઇ ગયું છે, એવા તે રાજાને જોઇને તેના પુત્ર પ્રસન્ન કીર્તી વિચાર ન કરતાં બાલ્યા. કે, અને જલદી માંઇથી કાહાડી મુકો. એણે આપણા કુળને દુષણ લગાડ્યું જે આંગળીને શાપે ડા હોય, તેને શું બુદ્ધિમાન લોકોએ કાપી નથી નાંખતા ? એવુ પુત્રનું બેાલવુ સાંભળીને રાજ મેાટી ચિંતામાં પડી ગયા, ત્યારે ત્યાં બેઠેલા એક મહાત્સાહ