Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
પતિવિયોગના શોકથી સંતપ્ત થઈ ચિંતાવસ્થામાં મૃત્યુ પામીને એ જ નગરમાં કૂતરીના રૂપમાં ઉત્પન્ન થઈ.
મહેશ્વરદત્તની યુવાપત્ની ગાંગિલા પોતાના ઘરમાં કોઈ વૃદ્ધાનો અંકુશ ન રહેવાના કારણે સ્વેચ્છાચારિણી બની ગઈ. એક દિવસે એણે એક સુંદર યુવક પર આસક્ત થઈ એને રાત્રિના સમયે પોતાના ઘરે આવવાનો સંકેત (ઇશારો) કર્યો. સંધ્યાકાળ પછી ગાંગિલા દ્વાર ઉપર ઊભી રહીને પોતાના પ્રેમીની પ્રતીક્ષા કરવા લાગી. થોડી જ વારની પ્રતીક્ષા પછી સુંદર વસ્ત્રાભૂષણોથી અલંકૃત અને શસ્ત્ર ધારણ કરેલો તે જારપુરુષ પોતાની પ્રતીક્ષામાં ઊભેલી ગાંગિલાની પાસે પહોંચ્યો. સંયોગવશ એ જ સમયે મહેશ્વરદત્ત પણ એ બંને પ્રેમી અને પ્રેમિકાના મિલનસ્થળે જઈ પહોંચ્યો. જારપુરુષે પોતાના પ્રાણ સંકટમાં જોઈ મહેશ્વરદત્તને મારી નાખવાના ઉદ્દેશ્યથી એના ઉપર તલવારનો ઘાતક વાર કર્યો. પણ મહેશ્વરદત્ત પટુતાપૂર્વક પોતાની જાતને એ પ્રહારથી બચાવતા-બચાવતા એ જારપુરુષને પોતાની તલવારના પ્રહારથી આહત કરી દીધો. ઘાતક પ્રહારના કારણે એ જારપુરુષ થોડાં પગલાં ચાલીને લથડિયાં ખાતો - ખાતો પૃથ્વી ઉપર પડ્યો. જારપુરુષે પોતાના દુષ્ટકૃત્ય માટે પશ્ચાત્તાપ કરતા વિચાર કર્યો કે - “મારા જેવા અભાગિયાને મારા દુરાચારનું ફળ તત્કાળ મળી ગયું.” સરળ ભાવથી આત્માલોચના કરતા-કરતા એનું મૃત્યુ થઈ ગયું અને તે ગાંગિલાના ગર્ભમાં આવ્યો. ગાંગિલાએ સમય જતા એને પુત્રરૂપમાં જન્મ આપ્યો. આ પ્રકારે મહેશ્વરદત્તનો શત્રુ એ જારપુરુષ મહેશ્વરદત્તનો લાડકો પુત્ર બની ગયો. મહેશ્વરદત્ત એને પોતાના પ્રાણોથી પણ અધિક પ્રેમ કરવા લાગ્યો.
કાલાન્તરમાં મહેશ્વરદત્તે પોતાના પિતાનું શ્રાદ્ધ કરવાનો વિચાર કર્યો અને કુળ પરંપરાનુસાર એણે એક પાડો ખરીદ્યો. સંયોગની વાત એ હતી કે એના પિતા મરીને જે પાડાના રૂપમાં ઉત્પન્ન થયેલા હતા, તે જ પાડો એણે ખરીદ્યો. એણે એ પાડાને મારીને એના માંસથી તૈયાર કરવામાં આવેલી ભોજન સામગ્રીથી પોતાના પિતાના શ્રાદ્ધમાં આમંત્રિત લોકોને ભોજન ખવડાવ્યું. શ્રાદ્ધ પછી બીજા દિવસે મહેશ્વરદત્ત મદ્યપાન સાથે એ પાડાના માંસને ઘણી રુચિપૂર્વક ખાવા લાગ્યો. તે પોતાના ખોળામાં બેઠેલા એ જારના જીવ-પોતાના પુત્રને મહિષ-માંસના ટુકડા ખવડાવી રહ્યો હતો અને પાસે જ કૂતરીના ૧૧૮ 933396969696969696જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ (ભાગ-૨)