Book Title: Jain Dharmna Karm Siddhantnu Vigyan
Author(s): Jayshekharsuri
Publisher: Shahpuri Jain Sangh Kolhapur

View full book text
Previous | Next

Page 74
________________ કેવલજ્ઞાનાવરણાદિનો ૧૨મા ગુણઠાણાના ચરમસમયસુધી ઉદય જ હોય છે, અને ત્યારબાદ ઉદય અને સત્તા સાથે જ વિચ્છેદ જાય છે. તેથી અનુદયાવસ્થા જ ન હોવાથી તેઓનો ક્ષયોપશમ હોતો નથી. પ્ર.-નિષેક પ્રમાણે ઉદયપ્રાપ્ત તો ક્રોધાદિ ચારે કષાય છે, છતાં એ બધાનો ઉદય સાથે નથી માન્યો, તો ત્યાં એકના ઉદય વખતે બીજાઓનું શું થતું હશે ? તેમજ ઉપદેશાદિથી કષાયમાં મંદતા દેખાય છે તે શું ? -એકના ઉદય વખતે એમાં બીજા તથાસ્વભાવે પૂર્વક્ષણે સ્તિબુક-સંક્રમથી સંક્રમિત થઈ ને મુખ્ય ઉદિત પ્રકૃતિરૂપે ભોગવાય છે. ઉપદેશથી કાયનો રસ મંદ અર્થાત્ અનંતગુણહીન થઈ જઈને અનુભવમાં આવે છે. પ્ર.-ઉદય વખતે નિષેકમાં પરાવર્તમાન પ્રકૃતિઓમાં પ્રતિપક્ષી બંનેના દલિકો પ્રાપ્ત છે. છતાં કોઈવાર હાસ્ય-રતિ-શાતા વગેરેનો ઉદય હોય છે અને કોઈવાર પ્રતિપક્ષ પ્રકૃતિ શોક-અરતિ-અશાતા વગેરેનો ઉદય હોય છે. તેમાં કારણ શું ? -પૂર્વેના કહેલાં દ્રવ્યાદિ પાંચ નિમિત્તો તથા અદ્ધાક્ષયથી પ્રકૃતિના ઉદયમાં ફેરફાર થાય છે. ‘અદ્ધાક્ષય' એટલે કાળનો ક્ષય. દા.ત. જેમ હાસ્ય-રતિનો ઉદય ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત છે. તે અંતર્મુ૰ પુરૂં થાય એટલે અરતિ-શોક ઉદયમાં આવી જાય છે. અને ત્યારે પ્રતિપક્ષ પ્રકૃતિઓનો વિપાકોદય મટી પ્રદેશોદય થઈ જાય છે. પરંતુ ગતિ-જાતિ-શરીર-અંગોપાંગાદિનો ભવને આશ્રીને ઉદય હોય છે. જેમકે મનુષ્યને સત્તામાં અને ઉદયનિષેકમાં ચાર ગતિના, પાંચ જાતિના, ચાર કે પાંચ શરીરના, બે કે ત્રણ અંગોપાંગાદિના, ૬ સંઘયણના, ૬ સંસ્થાનના બે, વિહાયોગતિવગેરે પ્રકૃતિઓનાં દલિકો હોવા છતાં પણ મનુષ્યભવને આશ્રીને મનુષ્યગતિ-પંચે. જાતિ, ઔદા, તૈજસ, કાર્યણશરીર ઔદારિક-અંગોપાંગ, -છ માંથી એક સંઘયણ, છમાંથી એક સંસ્થાન અને બેમાંથી એક વિહાયોગતિનો ઉદય ભવપર્યંત હોય છે, તે વખતે શેષ દેવગતિ આદિ પ્રતિપક્ષપ્રકૃતિઓનો પ્રદેશોદય હોય છે. પ્ર- જિનનામ, શાતાવિગેરે શુભપ્રકૃતિનો ઉ સ્થિતિબંધ સારો કે ખરાબ ? કેમકે વધુ સ્થિતિબંધ હોય તો વધુ કાલ શતાદિ ભોગવાયને ? -આયુષ્ય સિવાય શુભપ્રકૃતિની ઉત્કૃષ્ટસ્થિતિ એ શુભ નથી, પરંતુ ઉત્કૃષ્ટ રસ એ શુભ છે. ઉત્કૃષ્ટિિતબંધ ઉત્કૃષ્ટ સંક્લેશે બંધાય. એટલે રસ તો જઘન્ય બંધાય. પ્ર-કર્મના ઉદયાદિમાં દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભવ અને ભાવની કેવી અસર થાય છે તે દૃષ્ટાંત આપી સમજાવો. - દા.ત. વેદનીયકર્મમાં, દ્રવ્યથી-પત્થર વિગેરેનો માર પડવાથી અશાતાનો ઉદય થાય છે, અને અશાતાના ઉદયથી બિમારી ભોગવતાં હોવા છતાં જો દવાનો ઉપચાર કરવામાં આવે તો અશાતાનો ઉદય મટે છે. Jain Education International (૬૯) For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86