Book Title: Jain Dharmna 24 Tirthankar
Author(s): Gunvant Barvalia
Publisher: Navbharat Sahitya Mandir

View full book text
Previous | Next

Page 30
________________ No જૈન ધર્મના ચોવીશ તીર્થંકર જૈન ધર્મના ચોવીશ તીર્થંકર મેળવવી હોય તો નવ તત્ત્વનું સમ્યકજ્ઞાન મેળવવું અનિવાર્ય છે.” પ્રભુનાં પ્રથમ શિષ્યા પદ્મા નામના સાધ્વી બન્યાં. પ્રભુ દ્વારિકા નગરીમાં પધાર્યા. સુપ્રભ નામના ચોથા બળદેવ અને પુરુષોત્તમ નામના ચોથા વાસુદેવ પ્રભુના સમવસરણમાં દેશના સાંભળવા આવ્યા. પ્રભુની દેશનાથી પ્રતિબોધ પામી. વાસુદેવ સમકિતને પામ્યા અને સુપ્રભ બળદેવે શ્રાવક વ્રત અંગીકાર કર્યા. ૨૪ પ્રભુનું નિર્વાણઃ નિર્વાણ કાળ સમીપ જાણી પ્રભુ સમેતશિખર તીર્થકર પર્વત પર પધાર્યા, ૭૦૦૦ સાધુઓની સાથે એક માસનું અનશન કરી ચૈત્ર સુદ ૫ના રેવતી નક્ષત્રમાં પ્રભુ નિર્વાણ પામ્યા. સર્વ મળીને ૩૦ લાખ વર્ષનું આયુષ્ય અનંતનાથે પૂર્ણ કર્યું. 4th Proof પ્રભુનાં પાંચ કલ્યાણક કલ્યાણકનું નામ ગુજરાતી તિથિ સ્થળ મારવાડી તિથિ 20 ચ્યવન અષાઢ વદ ૭ પ્રાણત દેવલોકથી શ્રાવણ વદ ૭ અયોધ્યા ચૈત્ર વદ ૧૩ અયોધ્યા વૈશાખ વદ ૧૩ દીક્ષા ચૈત્ર વદ ૧૪ અયોધ્યા વૈશાખ વદ ૧૪ કેવળજ્ઞાન ચૈત્ર વદ ૧૪ અયોધ્યા વૈશાખ વદ ૧૪ નિર્વાણ ચૈત્ર સુદ ૫ સમેતશિખર અનંતનાથ પ્રભુનો પરિવાર ગણધર ૫૦; કેવળજ્ઞાની પ,૦૦૦; મન:પર્યવજ્ઞાની પ,૦૦૦; અવધિજ્ઞાની ૪,૩૦૦; વૈક્રિય લબ્ધિધારી ૮,૦૦૦;ચતુર્દશપૂર્વી ૧,૦૦૦; ચર્ચાવાદી ૩,૨૦૦; સાધુ૬૬,૦૦૦; સાધ્વી ૬૨,૦૦૦; શ્રાવક ૨,૦૬,૦૦૦; શ્રાવિકા ૪,૧૪,૦૦૦ ૧૫: શ્રી ધર્મનાથ સ્વામી પ્રભુનું ચ્યવનઃ જંબુદ્વીપના આ ભરતક્ષેત્રના ઉત્તરકોશલ દેશમાં રત્નપુર નામના નગરમાં ભાનુ નામે રાજા રાજ્ય કરતા. હતા. તેમની પટ્ટરાણીનું નામ સુવતા હતું. વૈશાખ સુદ ૭ના દિવસે, પુષ્ય નક્ષત્રમાં, દેઢરથ મુનિનો જીવ દેવલોકથી ચ્યવી, સુવતા રાણીની કુક્ષિમાં અવતર્યો. શ્રી ધર્મનાથ ભગવાનના પણ ત્રણ ભવ થયા છે. પ્રભુનો જન્મઃ ગર્ભકાળ પૂર્ણ થતાં, માતાએ મહા સુદ 3ના પુષ્ય નક્ષત્રમાં વજના સુવર્ણવર્મી લાંછનવાળા, પુત્રને જન્મ આપ્યો. પ્રભુ પોતે ધર્મના સ્વભાવવાળા હોવાથી અથવા પ્રભુ ગર્ભમાં હતા. ત્યારે માતા, અતિ ધાર્મિકવૃત્તિવાળાં થયાં. તેથી બાળકનું નામ “ધર્મનાથ' રાખ્યું. યૌવનવયે અનેક રાજકન્યાઓ સાથે ધર્મકુમારનાં લગ્ન થયાં. ભાનુ રાજાએ ધર્મકુમારનો ભવ્ય રીતે રાજ્યાભિષેક કર્યો અને ધર્મનાથે સરસ રીતે રાજ્ય કારભાર સંભાળ્યો. પ્રભુની દીક્ષાઃ તેમના એક જન્મોત્સવ વખતે ખરતો તારો. જોતા વૈરાગ્ય ઉપન્યું અને દીક્ષા સમય સમીપ આવતાં ‘નાગદત્તા' નામની શિબિકામાં આરૂઢ થઈ, ધર્મરાજા વપ્રકાંચન નામના ઉધાનમાં પધાર્યા. મહા સુદ ૧૩ના પુષ્ય નક્ષત્રમાં, ૧,૦૦૦ રાજાઓ સાથે, છઠ્ઠ તપયત ધર્મરાજાએ દીક્ષા અંગીકાર કરી. બીજા દિવસે સોમનસપુરમાં ધર્મસિંહ રાજાના ગૃહે, ખીરથી પ્રભુનું પ્રથમ પારણું થયું. જન્મ

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65