Book Title: Jain Dharm Varso ane Vaibhav
Author(s): Narendra Jain
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 248
________________ અહિંસા યાત્રાઃ એક નવી દષ્ટિ – એક નવી દિશા દિશાદર્શન આપવું. સહિષ્ણુતા, સભાવ, સહયોગ, સમાનતા અને સમન્વય પલ્લવિત થવાથી જ સમાજના બધા વર્ગોનો સમતાથી ઓતપ્રોત વિકાસ થશે, પ્રગતિને આધ્યાત્મિક ઊર્જા મળશે તથા અહિંસાની સંસ્કૃતિ શાંતિને સ્થાયી બનાવશે. કોટિ કોટિ જનતાને દૂર દૂર ગામોમાં, શહેરોમાં, મહાનગરોમાં, વસ્તીઓમાં રસ્તાઓમાં લાગે છે કે જાણે મહાત્મા ગાંધી પરત આવ્યા હોય, સંપૂર્ણ જનમાનસમાં અહિંસાની શક્તિ અને સાહસ જગાવવાને માટે, શોષણને સહયોગમાં બદલવા માટે, શત્રુતા (અણબનાવો અને ધૃણાની જગ્યાએ મિત્રતા અને કરુણા ફેલાવવાને માટે. પોતાના સમયમાં મહાત્મા ગાંધીના સત્યાગ્રહ અભિયાન, આચાર્ય વિનોબા ભાવેના ભૂદાન અભિયાન અને આચાર્ય તુલસીના અણુવ્રત અભિયાન અહિંસક શક્તિઓને સંગઠિત કરી અને જનજીવનમાં નૈતિક મૂલ્યોના વિકાસને સજીવન કર્યો. આવી ઐતિહાસિક કડીમાં છે આચાર્ય મહાપ્રજ્ઞજીનું અહિંસા યાત્રા અભિયાન. આચાર્યશ્રીની માન્યતા છે કે વધતી હિંસા, ગરીબી, શોષણ, અન્યાય, અપરાધ, પ્રદૂષણ અને વ્યસનપ્રવૃત્તિ જેવી વિઘટનકારી સમસ્યાઓનો યોગ્ય રૂપથી માત્ર અહિંસાની ચેતનાના જાગરણ તથા સક્રિય અહિંસક જીવનશૈલીનો સ્વીકાર કરીને ઉકેલ લાવી શકાય છે. માત્ર વાતોથી અહિંસા અને નૈતિક મૂલ્ય જીવનમાં ન ઉતારી શકાય. આદિકાળથી ભારતના ઇતિહાસમાં મહાત્મા પુરુષોએ પોતપોતાના યુગમાં અહિંસાનો સંદેશ ફેલાવીને હિંસાની સંહારક શક્તિને ઓછી કરી. દરેક યુગમાં માનવતાની સમક્ષ પડકાર રહ્યો છે હિંસા અને અહિંસાની વચ્ચેના અસમતોલનને દૂર કરવાનો. મહાપ્રજ્ઞજી કહે છે કે આજના યુગમાં જેટલી માત્રામાં હિંસા ચાલી રહી છે, એટલી માત્રામાં તે જરૂરી નથી; અહિંસા જેટલી માત્રામાં અનિવાર્ય છે એટલી માત્રામાં તે નથી. હિંસાની વિનાશકારી શક્તિને અહિંસાના નાના-મોટા પ્રયત્નોથી ઓછી નથી કરી 231 Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266