Book Title: Jain Dharm Varso ane Vaibhav
Author(s): Narendra Jain
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 11
________________ લેખક-પરિચય બહુમુખી વ્યક્તિત્વ ધરાવતા ડૉ. નરેન્દ્ર જૈન મુંબઈ યુનિવર્સિટી અને કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં શિક્ષણ મેળવીને ઇન્ડિયન ફોરેન સર્વિસ (I.ES.)માં ઉચ્ચ હોદ્દાઓ પર દીર્ઘ સમય સુધી પોતાની સેવા આપતા રહ્યા. ૭૭ વર્ષના ડૉ. નરેન્દ્ર જૈને ચાલીસ વર્ષની યશસ્વી રાજકીય કારકિર્દી દરમિયાન કેટલાંય દેશો અને આંતરરાષ્ટ્રીય સંમેલનોમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘ (UNO), યૂરોપિયન યુનિયન, નેપાળ, મેક્સિકો અને બેલ્જિયમમાં ભારતના રાજદૂત તરીકે તથા ભારત સ૨કા૨ના વિદેશ મંત્રાલયમાં સચિવપદે કામગીરી બજાવી છે. આર્થિક અને પર્યાવરણ બાબતોના નિષ્ણાત વિશેષજ્ઞ, કવિ, લેખક, કૉલમ લેખક, પ્રભાવક વક્તા તથા જૈન ધર્મ અને સંસ્કૃતિના પ્રકાંડ વિદ્વાન ગણાય છે. મેક્સિકોની વિખ્યાત અકાદમી ઑફ ઇન્ટરનૅશનલ અફેયર્સે ઈ. સ. ૧૯૮૪માં ડૉ. જૈનને ડૉક્ટરેટની માનદ પદવી આપી તેમજ અકાદમીના સ્થાયી સભ્ય તરીકે નિયુક્ત કર્યા. બેલ્જિયમની ફ્રાય યુનિવર્સિટીએ ઈ. સ. ૧૯૮૮માં ડૉ. નરેન્દ્ર જૈનને માનદ પ્રાધ્યાપકની પદવી એનાયત કરી. ઈ. સ. ૧૯૯૩થી ડૉ. નરેન્દ્ર જૈન પાર્લામેન્ટ ઑફ વર્લ્ડ રિલિજિયન્સની આધ્યાત્મિક એસેમ્બ્લીના સભ્યપદે બિરાજે છે. તેઓએ એમનાં વિદ્વત્તાપૂર્ણ, વ્યાપક દૃષ્ટિકોણ અને આધુનિક સંદર્ભયુક્ત વક્તવ્યો દ્વારા આગવી ઓળખ ઊભી કરી છે. એમાંનાં કેટલાંક આંત૨૨ાષ્ટ્રીય સ્તરે આપેલાં મુખ્ય વક્તવ્ય આ પ્રમાણે છે : • અહિંસા અને જૈન ધર્મ પર અતિથિવિશેષ તરીકે ઇંગ્લૅન્ડના લેસ્ટર શહે૨માં યોજવામાં આવેલી પ્રથમ વિશ્વ જૈન કૉંગ્રેસ (ઈ. સ. ૧૯૮૮). • સિંગાપોરમાં યોજાયેલું પ્રથમ એશિયાઈ જૈન સંમેલન (ઈ. સ. ૧૯૮૯). અમેરિકામાં ઈ. સ. ૧૯૯૧, ૨૦૦૦, ૨૦૦૩ અને ૨૦૦૫માં યોજાયેલું ‘જૈના’નું દ્વિવર્ષીય અધિવેશન. • Jain Education International X For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 266