Book Title: Jain Dharm Parichay Pustika
Author(s): Gunvant Barvalia
Publisher: Akhil Bharatiya Shwetambar Sthanakvasi Jain Conference

View full book text
Previous | Next

Page 21
________________ આગળ વધે તે મોક્ષ માર્ગના ચૌદ પગથિયાંના માર્ગને આત્મવિકાસ માટે સમજવો કલ્યાણકારી છે. | જૈન ધર્મનું અર્થશાસ્ત્ર ! અને ન્યાયસંપન્ન ૧ભવ ! આપણને પ્રશ્ન થાય કે ધર્મ અને અર્થશાસ્ત્રને શું સંબંધ ? મોક્ષપ્રધાન સંસ્કૃતિની વિશિષ્ટ વિચારધારા એ જૈનદર્શનની દેન છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષને સંસ્કૃતિના ચાર પાયા ગણાવ્યા. અર્થ અને કામની પ્રવૃત્તિમાં ધર્મ અભિપ્રેત હોય તો મોક્ષમાર્ગ મળ્યા વિના રહેતો નથી. આધુનિક અર્થશાસ્ત્રનો ભૌતિક્યાદના આધારે વિકાસ થયો છે. અર્થશાસ્ત્રના નિયમો અને સિદ્ધાંતોમાં કેન્દ્રસ્થાને ‘અર્થ’ છે. જ્યારે ભગવાન મહાવીરના અર્થશાસ્ત્રમાં કેન્દ્રસ્થાને માનવી અને માનવતાનો દષ્ટિકોણ રહેલો છે. ભગવાન મહાવીરના પરિગ્રહ પરિમાણ, ઇચ્છાપરિમાણ, ન્યાયસંપન્ન વૈભવ જેવા વિચારોને આચરણમાં મૂકીએ તો આજનું અર્થશાસ્ત્ર અહિંસા અને શાંતિનું અર્થશાસ્ત્ર બની રહે. ભગવાન મહાવીરે કહ્યું, ‘અસંવિભાગી ન હુ તસ્સ મોખો’ - જે માણસ અર્થ (નાણા)નું વિભાજન કરતો નથી, વિસર્જન કરતો નથી તે મોક્ષ પ્રાપ્ત નથી કરી શકતો. જૈન ધર્મ પરિગ્રહમાં કટ્ટરમાલિકી ભાવ અને આસક્તિ છોડવાનું કહ્યું છે. અર્થોપાર્જનની આધુનિક વિચારધારા આ પ્રવૃત્તિને વ્યક્તિના લાભાર્જનના સંદર્ભે મૂલવે છે. જેમાં કોઈ લાભ નથી એ વ્યવહારનું અર્થશાસ્ત્રની દષ્ટિએ કોઈ મૂલ્ય નથી. સામેની વ્યક્તિની સ્થિતિ, પ્રકૃતિ, સમય, સ્થળ, પ્રવૃત્તિનો હેતુ કે પરિસ્થિતિની ઉપેક્ષા કરવામાં આવે છે. ભગવાન મહાવીરના અર્થશાસ્ત્રમાં આ બધાં જ પાસાંઓ મૈત્રી, વિવેક અને કરુણા બુદ્ધિની ભાવના સાથે અભિપ્રેત છે. હિંસાત્મક સાધનો, કર્માદાનના મહાઆરંભ-સમારંભવાળા ધંધા અનીતિ, કપટ, અન્યને નુકસાન પહોંચે તેવા અશુદ્ધ સાધનોના ઉપયોગ દ્વારા મેળવેલ સંપત્તિ એ ન્યાયસંપન્ન વૈભવ નથી. ૪૩ અર્થનું - સંપત્તિનું અર્જન-ઉપાર્જન, સંગ્રહ, રક્ષણ અને વ્યય ચતુષ્ટયી સંતાપનું કારણ તો જ ન બને જો એ સર્જનમાં સાધનશુદ્ધિના વિચાર-આચાર અભિપ્રેત હોય. અહીં ગમે તે રીતે નફો ગાંઠે કરી લેવાની વાત નથી હોતી. ધર્મ-નીતિ અને અધ્યાત્મનું અર્થશાસ્ત્ર નિરાળું છે. ! વિજ્ઞાન, મનોવિજ્ઞાન, | આરોગ્યશાસ્ત્ર અને પર્યાવરણ જૈન ધર્મ વૈજ્ઞાનિક છે. ભગવાન મહાવીર પરમ વૈજ્ઞાનિક પુરુષ હતા. માનવીના બૌદ્ધિક વિકાસ અને માનસિક વિકાસથી આગળ જઈ જૈન ધર્મ ભાવનાત્મક વિકાસ પર લક્ષ્ય આપે છે. ક્રોધ, માન, માયા, લોભ, ઈર્ષા, ભય, ધૃણા, વાસના આ વિકારો દૂર થશે તો ભાવની શુદ્ધિ થશે જે માનવીની પવિત્રતા અને આરોગ્યનું રહસ્યસૂત્ર છે. જેનો તપને કર્મનિર્જરાના સાધનરૂપે જ ગણે છે. જૈન ધર્મના બાહ્યતા જેવા કે ઉપવાસ, ઉણોદરી કે આયંબિલ આરોગ્ય માટે પણ ઉત્તમ છે. ઉપવાસ દરમ્યાન ભોજન ન લેવાથી સમગ્ર પાચનતંત્રને પાચનક્રિયાના કાર્યમાં ખંડસમયની મુક્તિ મળવાથી પાચનતંત્રમાં શુદ્ધિકાર્ય આરંભાય છે અને આખા શરીરમાં સ્વશુદ્ધિકરણની પ્રક્રિયા થાય છે. શરીરમાં કોઈ જગ્યાએ વિષદ્રવ્યોનો જમાવ થયેલો હોય તો ઉપવાસ દરમ્યાન તે ઓટોલિસિસની પ્રક્રિયા દ્વારા વિસર્જિત થવા માંડે છે. તેમનામાં રહેલા ઉપયોગી ભાગ શરીરના મહત્ત્વના અંગો હૃદય, મગજ વગેરેને પોષણ આપવાના કામમાં આવે છે. ઝેર શરીરમાંથી બહાર ફેંકાય છે. ગાંઠો અને ઓછી ઉપયોગી પેશીઓનું વિસર્જન થાય. શરીર નિર્મળ અને નીરોગી બને છે. ધ્યાન, કાર્યોત્સર્ગ શિથિલીકરણથી માનસિક રોગો મટે છે અને નિર્ણયશક્તિ વધે છે. લોગ્ગસ્સ અજાગૃત મનની શક્તિઓને જાગૃત કરી આધ્યાત્મિક ઊંચાઈએ પહોંચવામાં મદદ કરે છે. જૈન ધર્મના અનુષ્ઠાનોમાં કરવામાં આવતાં આસનો, મુદ્રાઓ, આત્માના શુદ્ધિકરણ અને ગ્રંથિઓના શુદ્ધિકરણ માટે પણ ઉપયોગી છે. ૪૪

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32