Book Title: Jain Darshanna mahattvana siddhanto
Author(s): Sanyamkirtivijay
Publisher: Samyaggyan Pracharak Samiti

View full book text
Previous | Next

Page 327
________________ ૩૧૦ જેનદનના મહત્ત્વના સિદ્ધાંતો द्रव्याभ्युपगमस्य सूत्राभिहितत्वात्, पृथक्त्वाभ्युपगमस्य परं निषेधात्। तथा च सूत्रम्-"उज्जुसुअस्स एगे अणुवउत्ते आगमओ एगं दव्वावस्सयं, पुहत्तं નેછરૂ ઉત્ત''I (મનુયો. મૂ. ૨૪) અર્થ - 28 જુસૂત્ર નામ અને ભાવ આ બે નિક્ષેપાઓને જ માને છે, એવું કેટલાક લોકો કહે છે, તે મત યુક્ત નથી. કારણ કે, ઋજુસૂત્ર દ્રવ્યને માને છે, આ સૂત્રમાં પ્રતિપાદિત છે. આ નય પૃથકત્વ અર્થાત્ અનેકતાનો સ્વીકાર કરે છે, તે જ વસ્તુનો નિષેધ છે. સૂત્ર (સૂત્રનો અર્થ) આ રીતે છે. ઋજુસૂત્ર નયના મતે એક ઉપયોગ રહિત પુરૂષ આગમતઃ એક દ્રવ્યાવશ્યક છે. આ નય અનેકતાને માનતો નથી. કહેવાનો આશય એ છે કે, આગમમાં દ્રવ્ય નિક્ષેપના બે પ્રકારના ભેદ પ્રતિપાદિત છે. એક આગમથી દ્રવ્ય છે અને બીજો નોઆગમથી. દ્રવ્ય છે. પદાર્થના જ્ઞાનને આગમ કહે છે. પદાર્થજ્ઞાનનો અભાવ નોઆગમ કહેવાય છે. જે ઘટ શબ્દનું ઉચ્ચારણ કરે છે પરંતુ ઘટના વિષયમાં ઉપયોગથી અર્થાત્ ઘટ વિષયક અવધાનથી શૂન્ય છે, તે પુરૂષ આગમથી દ્રવ્ય ઘટ છે. નોઆગમથી દ્રવ્યઘટ ત્રણ પ્રકારનો છે. જ્ઞાતાનું શરીર, ભાવી શરીર અને આ બંનેથી ભિન્ન માટી રૂપ ઘટ. ઘટનું કારણ હોવાથી જે રીતે માટીનો પિંડ દ્રવ્ય ઘટ છે, તે જ રીતે ઘટના વિષયના જ્ઞાનથી રહિત પુરૂષ પણ પછી ઘટ વિષયનો જ્ઞાતા થઈ જાય છે, તેથી ઉપયોગ રહિત પુરૂષ આગમથી દ્રવ્ય ઘટ છે, ઘટના જ્ઞાતાનું શરીર શિલા પર પડેલા પૂર્વકાળમાં જ્ઞાનયુકત આત્માની સાથે સંબદ્ધ હતું. તેથી આ કાળમાં જ્ઞાતાનું શરીર દ્રવ્ય ઘટ કહેવાય છે. જે શરીર દ્વારા અત્યારે ઘટને જાણવો નથી, પરંતુ અન્ય કાળમાં તે જ શરીરથી જાણશે તે ભાવી શરીરરૂપ દ્રવ્ય ઘટ છે. દ્રવ્ય નિક્ષેપના આ ભેદોમાં અતીત અને ભાવી શરીરને અથવા ભાવી કાર્યના કારણને દ્રવ્ય કહેવાયું છે. અનુયોગ દ્વાર

Loading...

Page Navigation
1 ... 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346