Book Title: Jain Darshan Mimansa ane Anya Lekho
Author(s): Fatehchand Z Shah
Publisher: Jain Atmanand Sabha

View full book text
Previous | Next

Page 205
________________ - . . [૨૮] અભિપ્રાય-દર્શન શૈલી પણ છે. આથી જ એમના લેખે સૌ કોઈને વાંચવા ગમે તેવા છે. એમના લેખોના પ્રગટ થતા (ભાવનગરમાં અને મુંબઈમાં) બંને સંગ્રહો આવકારપાત્ર લેખાશે એમાં શંકા નથી. ડો. રમણલાલ ચી. શાહ પ્રા. સેંટ ઝેવિયર્સ કોલેજ મુંબઈ (Ph. D.) ( ૭ ) ભાવનગરના સુશ્રાવક ધર્માનિક શ્રી ઝવેરચંદ ભાઇચંદના સુપુત્ર વયોવૃદ્ધ અને જ્ઞાનવૃદ્ધ શ્રીયુત ફતેહચંદભાઇ એક જાણીતા લેખક અને વક્તા છે. પિતાની નાની ઉમરમાં તેઓએ ધાર્મિક સૂવે, પ્રકરણો, ભાગે, તથા સિંદૂરપ્રકર, અધ્યામકલ્પદ્રુમ, જ્ઞાનસાર, ઉપમિતિ ભવપ્રપંચો કથા આદિ ઉત્તમ ગ્રંથને પિતાના પિતાશ્રી પાસે અભ્યાસ કર્યો હતો. સંસ્કૃત ભાષામાં પણ પોતે પ્રવીણતા મેળવી છે. '' - ત્રીશ વર્ષની ઉમ્મરે તેઓએ ભાવનગરથી પ્રસિદ્ધ થતા શ્રી આત્માનંદ પ્રકાશ માસિકમાં લખેલ જૈન દર્શન મીમાંસા વગેરે ચાર લેખે તથા એક ત્યાર પછીનો લેખ એમ પાંચ લેખો શ્રી જેન આત્માનંદ સભા તરફથી પ્રકટ થાય છે. તેમનું વિશાળ વાચન અને ચિંતન દશ્યમાન થાય છે. તેમનાં બીજા સં. ૧૯૬૮ થી લખાયેલા લગભગ પાંત્રીસ લેખે તથા લગભગ ત્રીશ કાવ્યનું પ્રકાશન પુસ્તકરૂપે મુંબઈ શ્રી અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ તરફથી થાય છે જે પ્રકાશન જૈન સમાજ માટે અતિ ઉપયોગી થશે. એમના કુટુંબ તરફથી એમના પૂ. પિતાશ્રીને સંકલ્પાનુસાર સં. ૧૯૭૧માં શ્રી સિદ્ધગિરિજીને છરી' પાળતો સંધ સ્વ. ઉ. શ્રી વીરવિજયજીના નેતૃત્વ નીચે કાઢવામાં આવ્યો હતે. મુંબઈમાં તેઓની સમાજસેવા જાણીતી છે. મુંબઈ શ્રી વિજયવિસર સંધની જ્ઞાન સમિતિના સભ્ય તરીકે હું તેમના નિકટ પરિચયમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226