________________
૩૧૦
જૈનદર્શન
દ્રવ્ય અને પર્યાય બન્નેને સામે રાખીને પ્રમાણફલભાવ ઘટાવ્યો છે. આચાર્ય સમન્તભદ્ર અને સિદ્ધસેને અજ્ઞાનનિવૃત્તિ અને હાનોપાદાનોપેક્ષાબુદ્ધિને જ પ્રમાણનું ફળ દર્શાવ્યું છે અને અકલંકદેવે પૂર્વ પૂર્વ જ્ઞાનોને પ્રમાણ અને ઉત્તર ઉત્તર જ્ઞાનોને ફળ કહીને એક જ જ્ઞાનમાં અપેક્ષાભેદથી પ્રમાણરૂપતા અને ફલરૂપતાનું પણ સમર્થન કર્યું છે.
બૌદ્ધોના મતમાં પ્રમાણફલવ્યવહાર વ્યવસ્થાપ્ય-વ્યવસ્થાપકભાવની દૃષ્ટિએ છે જ્યારે નૈયાયિક આદિના મતમાં આ વ્યવહાર કાર્યકારણભાવનિમિત્તક છે અને જૈન પરંપરામાં આ વ્યવહારનો આધાર પરિણામપરિણામીભાવ છે. પૂર્વ જ્ઞાન સ્વયં ઉત્તર જ્ઞાનરૂપે પરિણમીને ફળ બની જાય છે. એક આત્મદ્રવ્યના જ જ્ઞાનપર્યાયોમાં આ પ્રમાણફલભાવની વ્યવસ્થા અપેક્ષાભેદથી સંભવ બને છે.
જો પ્રમાણ અને ફળનો સર્વથા અભેદ માનવામાં આવે તો તેમનામાં એક વ્યવસ્થાપ્ય અને બીજું વ્યવસ્થાપક, એક પ્રમાણ અને બીજું ફળ આવો ભેદવ્યવહાર ન થઈ શકે. અને જો પ્રમાણ અને ફળનો સર્વથા ભેદ માનવામાં આવે તો આત્માન્તરના પ્રમાણ સાથે આત્માન્તરના ફળમાં જેમ પ્રમાણફળવ્યવહાર થતો નથી તેમ એક જ આત્માના પ્રમાણ અને ફળમાં પણ પ્રમાણ-ફળવ્યવહાર નહિ થઈ શકે. અચેતન ઇન્દ્રિયાદિ સાથે ચેતન જ્ઞાનમાં પ્રમાણ-ફલવ્યવહાર તો પ્રતીતિવિરુદ્ધ છે. જેને પ્રમાણ ઉત્પન્ન થાય છે તેનું જ અજ્ઞાન દૂર થાય છે, તે જ અહિતને છોડે છે, હિતને ગ્રહણ કરે છે અને ઉપેક્ષા કરે છે.` આ રીતે એક અનુસૂત આત્માની દૃષ્ટિએ જ પ્રમાણ અને ફલમાં કાંચિત્ અભેદ કહી શકાય છે. આત્મા પ્રમાતા છે, અર્થપરિચ્છિત્તિમાં સાધકતમ રૂપે વ્યાપ્રિયમાણ તેનું જ સ્વરૂપ પ્રમાણ છે, વ્યાપાર પ્રમિતિ છે. આ રીતે પર્યાયની દૃષ્ટિએ તેમનામાં ભેદ છે.
તથા
પ્રમાણાભાસ
ઉપર જે પ્રમાણોની ચર્ચા કરી છે તેમનાં લક્ષણો જેમનામાં ન હોય પરંતુ તેમની જેમ જે પ્રતિભાસિત થાય તે બધા પ્રમાણાભાસ છે, જો કે ઉક્ત વિવેચનથી ખ્યાલ આવી જાય છે કે કોણ કોણ પ્રમાણાભાસ છે, તેમ છતાં પણ આ પ્રકરણમાં તેમનું સ્પષ્ટ અને સયુક્તિક વિવેચન કરવું અપેક્ષિત છે.
અસ્વસવેદી જ્ઞાન, નિર્વિકલ્પક દર્શન, સંશય, વિપર્યય અને અનધ્યવસાય આદિ પ્રમાણાભાસ છે` કેમ કે તેમના દ્વારા પ્રવૃત્તિના વિષયનું યથાર્થ ઉપદર્શન થતું નથી.
૧. ય: મિમીતે સ ટ્વ નિવૃત્તાજ્ઞાનો નહાત્યાવત્ત ઉપેક્ષતે ચેતિ પ્રતીતેઃ । પરીક્ષામુખ, ૫.૩. ૨. અસ્વસંવિવિતગૃહીતાર્થવર્શનસંશયાલય: પ્રમામાસા: | પરીક્ષામુખ, ૬.૨.