Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01 Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai Publisher: Navjivan Prakashan Mandir View full book textPage 6
________________ આમુખ “જગતના ઈતિહાસનું રેખાદર્શન” કટોબર ૧૯૩૦થી ઑગસ્ટ ૧૯૭૩ વચ્ચેનાં ત્રણ વરસ દરમ્યાન હિંદની જુદી જુદી તુરંગામાં લખાયું હતું. હિંદના સ્વાતંત્ર્ય માટેની લડતમાં તેમણે લીધેલા ભાગ માટે તથા પિતાના દેશ-ઉપરના બ્રિટિશ આધિપત્ય સામેના તેમના વિરોધને કારણે તેમને કરવામાં આવેલી સજા એના લેખક એ કાળ દરમ્યાન ભોગવી રહ્યા હતા. - પંડિત જવાહરલાલ નેહરુએ તેમના ઉપર પરાણે ઠેકી બેસાડવામાં આવેલા આરામનો અથવા તેમના શબ્દોમાં કહીએ તો “નવરાશ અને તટસ્થ વૃત્તિ"ને જગતના ઈતિહાસ વિષે લખવામાં ઉપયોગ કર્યો. તેમણે એ પિતાની તરણ દીકરીને પત્રોના રૂપમાં લખ્યું હતું. કારાવાસને લીધે તેમની વારંવાર ગેરહાજરીને કારણે પિતાની પુત્રીના શિક્ષણ ઉપર - દેખરેખ રાખવાની તેમને નહિ જેવી જ તક મળી હતી. ૧૯૩૪ના ફેબ્રુઆરીની ૧૨મી તારીખે તેમની ફરીથી ધરપકડ કરવામાં આવી અને “રાજદ્રોહના ગુનાને માટે તેમને બે વરસની સજા કરવામાં આવી તે પહેલાં પંડિત નેહરુને ટૂંક સમયને આરામ મળ્યું હતું તે વખતે એ પત્રો એકત્ર કરવામાં આવ્યા હતા. જેઓ હાલ આગ્રા તથા અયોધ્યાના યુક્ત પ્રાંતના સ્થાનિક સ્વરાજ તથા જાહેર સુખાકારી ખાતાના પ્રધાન છે તે તેમનાં બહેન ના. વિજયાલક્ષ્મી પંડિત ૧૯૩૪ની સાલમાં એને “જગતના ઇતિહાસનું રેખાદર્શન, એ નામથી પુસ્તકાકારે પ્રસિદ્ધ કરવાની વ્યવસ્થા કરી હતી. પ્રસ્તુત પુસ્તકનું એ ઉચિત નામ છે. પુસ્તક શું છે એ વિષે એ સારે ખ્યાલ આપે છે. એ પુસ્તકની હિંદ માટેની આવૃત્તિ ખલાસ થઈ ગઈ છે અને કેટલાક સમયથી એ પુસ્તક મળતું નથી. આમ છતાંયે હિંદ બહાર એ ઝાઝું ગયું નથી. ૧૯૩૬ની સાલમાં જેલમાંથી તેમને છુટકારે થયું ત્યાર પછી પંડિત નેહરુએ જાહેર જીવનની પિતાથી પ્રવૃત્તિઓ ફરીથી શરૂ કરી. એ પછીને સમય તેમને માટે પ્રવૃતિઓ અને જવાબદારીઓથી ભરેલેPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 690