Book Title: Ishtafal Siddhi Prakaran
Author(s): Padmasenvijay
Publisher: Mehul Jain Mitra Mandal Ahmedabad

View full book text
Previous | Next

Page 197
________________ અરિહંત પ્રભુપ્રત્યે અનન્ય ભક્તિભાવ કેમ આવે?: ઈષ્ટફળસિદ્ધિનો શાસ્ત્રીય અર્થ (લેખાંક-૫) (દિવ્યદર્શન, વર્ષ-૩૩, વિ.સં.૨૦૪૦, પોષ સુદ-૧૩, અંક નં.૧૭) મોક્ષાર્થી જીવ મોક્ષ બતાવનાર અને મોક્ષ પમાડનાર અરિહંત પરમાત્માને ક્ષણભર ભૂલી શકે નહિ; તો જ જીવને અરિહંતની સાચી માયા લાગે, ને એમના પ્રત્યે સાચો ભક્તિભાવ દિલમાં આવે એના બદલે (૧) ધર્મ વખતે તો અરિહંતને યાદ કરે, પરંતુ તે સિવાય સાંસારિક જીવનમાં અરિહંતને આઘા રાખે ; (૨) માનવદેહ જીવન, સામગ્રી,... વગેરે જે સારું મળ્યું, ને મળી રહ્યું છે એમાં અરિહંતદેવનો કશો ઉપકાર માને નહિ, કશો ઉપકાર યાદ કરે નહિ, તેમજ (૩) હજીય આગળ સારું મળશે, સારું થશે, એ ભગવાન અરિહંત પ્રભુના પ્રભાવે જ,” આવું મન પર લાવે નહિ, એણે અરિહંતદેવને જીવનમાં શું સ્થાન આપ્યું? ને એમના પ્રત્યે શો ભક્તિભાવ કેળવ્યો? ત્યારે જેને મન અરિહંત જ સર્વે સર્વા છે, અરિહંત જ મોક્ષદાતા છે, અરિહંતદેવ જ સર્વ સુખદાતા છે, અરિહંત જ માતા છે, પિતા છે, બંધુ છે, મિત્ર છે, ગુરુ છે, રક્ષક છે, એ અરિહંતભક્તને તો સૂતાંય “અરિહંત'ને ઉઠતાંય અરિહંત' યાદ આવે છે, ખાતાંય “અરિહંત', ને પિતાય “અરિહંત યાદ આવે છે, ઘરની બહાર નીકળતાંય “અરિહંત' ને ઘરમાં પેસતાંય “અરિહંત'. એમ એ વારે વારે અરિહંતસ્મરણ અને અરિહંતને નમસ્કારરૂપે “નમો અરિહંતાણં યાદ કર્યા કરતો રહે છે. અહીં પ્રશ્ન છે કે આ બધે જ શું એ અરિહંતનમસ્કારનો ધર્મ બજાવે તે મોક્ષ માટે જ? એટલે કે “આ અરિહંતનમસ્કારથી મને મોક્ષ મળો. મને મોક્ષ મળો એમ યાદ કરીને “નમો અરિહંતાણ” કહે છે?' ના, એવું એકાન્ત કહેવાય નહી. એ તો પોતાના જીવન પર અરિહંતનો જ અધિકાર સમજીને, તથા પોતાને મળતી સઘળી અનુકૂળતામાં અરિહંતનો જ ઉપકાર માનીને અરિહંતનમસ્કારનો ધર્મ કરે છે. આ જોતાં ધર્મ કરવામાં મોક્ષ સિવાય પણ કેટકેટલા આશય દેખાય છે? “ એ ધર્મ નહિ' એમ કહેવું એ કેટલું વ્યાજબી (૧૮) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218