Book Title: Is Jain Geography Astronomy True
Author(s): Nandighoshsuri, Jivraj Jain
Publisher: Research Institute of Scientific Secrets from Indian Oriental Scripture
View full book text
________________
જૈન ભૂગોળ-ખગોળ : એક સમસ્યા
21 “વીરાત પ-૬ સૈકા પછી શ્વેતાંબર માન્યતા પ્રમાણે વીરાતુ ૬૦૯ (વિ.સં. ૧૩૯)માં અને દિગંબર માન્યતા પ્રમાણે વિ.સં. ૧૩૬માં દિગંબરો અને શ્વેતાંબરો એમ બે પક્ષ પડડ્યા.”
"छव्वाससयाइं नवुत्तराई तइया सिद्धिं गयस्स वीरस्स । तो बोडियाण दिट्ठी रहवीरपुरे समुप्पण्णा ।।१४५।। रहवीरपुरं नयरं दीवगमुज्जाण अज्ज कण्हे य । सिवभूइस्सुवहिमि य पुच्छा थेराण कहणा य ।।१४६।।"
“શ્રી વીરને સિદ્ધિ પ્રાપ્ત થયા પછી ૬૦૯ વર્ષે બોટિકોની દૃષ્ટિ (દિગંબર મત) ઉત્પન્ન થઈ. રથવીરપુર નામનું નગર તેમાં દીપક નામનું ઉદ્યાન ત્યાં આર્ય કુષ્ણ નામના આચાર્ય આવ્યા. તેમને શિવભૂતિ (તે મત કાઢનાર) શિષ્ય સુવિધિથી પૂછ્યું. તે સ્થવિર ગુરુએ કહ્યું.”
જે કાળમાં માધુરી વાચના થઈ તે જ કાળમાં વલભી નગરમાં નાગાર્જુનસૂરિએ પણ શ્રમણ સંઘ એકઠો કર્યો ને નષ્ટાવશેષ આગમ સિદ્ધાંતોનો ઉદ્ધાર શરૂ કર્યો. તેને વલભી વાચના અથવા નાગાર્જુની વાચના કહે છે. સ્કંદિલ અને નાગાર્જુન સમકાલીન હોવા છતાં દુર્ભાગ્યે પરસ્પર મિલન ન થવાથી બંને વાચનામાં અત્રતત્ર કાંઈક ભિન્નતા રહી ગઈ કે જેનો ઉલ્લેખ હજી સુધી ટીકાઓમાં જોવાય છે.”
(જેન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, લે. મોહનલાલ દલીચંદ દેસાઈ, પૃ. ૨૫)
“તે પછી વીરાત્ દશમા સૈકામાં બારવર્ષો દુકાળે દેશ ઉપર પોતાનો પંજો ચલાવ્યો અને તે વખતે ઘણા બહુશ્રુતના અવસાન થવા સાથે જે જીર્ણશીર્ણ શ્રુત રહેલું હતું તે પણ બહુ જ છિન્નભિન્ન થયેલ હતું. વીરાત્ ૯૮૦ વર્ષે (વિ.સં. ૨૧૦માં)