________________ આરોહ અવરોહ વિશ્વભૂતિને ક્રોધાગ્નિ ભભૂક. એ જયાં ઊભે હતું ત્યાં જ પાસે કેઠાનું ઝાડ હતું. જેથી એકજ મુઠ્ઠી મારી, વૃક્ષ હલી ઉઠયું. વૃક્ષ પર રહેલા પાકા-પાકા કઠાનાં ફળ એકી સાથે ટપટપ જમીન પર આવી પડ્યાં. વિવભૂતિએ પિતાની શક્તિને પરચો બતાવ્યું. વિશાખાનંદી તે સામે નથી. પણ તેનાં દ્વારપાળને કહે છે-“જે મારી શક્તિને જોઈ લે. જેમ આ કઠાનાં ઝાડ પરથી ફળને નીચે પાડયા તેમ તમારા બધાંનાં મસ્તક ધડથી નીચે પાડવાની તાકાત છે મારામાં, પણ મારે એમ નથી કરવું કારણ તેઓ મારા વડિલ છે, હું વડિલોને આદર કરું છું-વિનય કરૂં છું, તેથી એવું અપકૃત્ય મારાથી નહીં થાય. આટલું કહી એ ત્યાંથી ચાલ્યા ગયે. મનમાં વિચારે છે કે જે વડિલે પ્રત્યે હું પૂજયભાવ રાખું છું. આદર કરું છું આવી જ સ્વાર્થની મારામારી છે ? આવા સંસારમાં રહીને શું કરવાનું ? ન જોઈએ આ રાજય, સંપત્તિ કે સંસાર. ___ न रहे चांस, न बजे बाँसुरी અને કેઈને પણ પૂછવાની પરવાહ ન કરતાં એ સીધે જ રાજયની બહાર વનનાં રસ્તે ચાલી નીકળ્યો. તેના સદ્ભાગ્યે વનમાં તેને સંભતિ વિજય નામનાં મુનિવર મળ્યાં. તેમનાં ચરણોમાં એ દીક્ષિત થઈ ગયે. દિક્ષા લેતાની સાથે જ મન શાંત થઈ ગયું. સંસારનાં ભાવે વિલય થઈ ગયા અને છેલ્લા બાર ભથી જે જયેત બુઝાયેલી હતી તે નિમિત્તને પામીને ફરી જાગૃત થઈ તેઓ સમ્યગદર્શનને પામી ગયા. સાથે જ ચારિત્રનાં સંસ્કારે આત્મા પર દબાયેલા પડયા હતાં તે પણ જાગૃત થઈ ગયા. મરિચિનાં ભાવમાં કરેલ ઉત્કૃષ્ટ આરાધનાનાં સંસ્કાર હતાં, જે સમય આવ્યે જાગૃત થઈ ગયા. આરાધનાનાં સંસ્કારે જે આત્મા પર ગાઢ હોય, પાકા રંગથી આત્મા રંગાયે હય, તે ભલે અમુક સમય સુધી તેના પર આવરણ આવી જતાં એ સંસ્કારે દબાઈને રહે. જાણે કે કદી એવા ભાવે જીવમાં પ્રગટયા જ નહીં હોય તેમ લાગે. પણ સમય આવ્યે એ આવરણને ચિરીને સંસ્કારો પ્રગટ થઈ જાય છે ભાગ–૩–૧૨