________________ હું આત્મા છું તેમજ - જ્ઞાન મિrખ્યા : અને સગર--ત્રિાળ મોક્ષમાળ : 1/2 અહીં મોક્ષમાર્ગ બતાવ્યું છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તારૂપ મેક્ષ માર્ગ કહે. જ્ઞાન અને ક્રિયાને સમન્વય તેને મોક્ષ કહે અથવા સમ્યગદર્શન, સમ્યગ્રજ્ઞાન અને સમ્યગુચારિત્રના સમન્વયને મોક્ષ કહેતે બધું એક જ છે. આવા યથાર્થ ક્ષમાગની સમજણ આજે લોપ થઈ ગઇ છે. જેમ ગામડાના ધૂળિયા રસ્તે પડેલી પગદંડી તે આવવા-જવાને માર્ગ છે અને વંટોળના કારણે અથવા ચેમાસામાં વરસાદથી થયેલા કીચડના કારણે પગદંડી ભૂંસાઈ જાય છે. હંમેશાં કેડી દેખાતી નથી પણ હવા કે વરસાદનું તોફાન શાંત થતાં માણસનું આવાગમન ચાલુ થાય છે અને તે પગંદડી ફરી પાછી બની જાય છે. અનંત તીર્થકરો દ્વારા બતાવેલ આ મોક્ષમાર્ગ જીવને સૂઝતો નથી. કારણકે જીવ સાંસારિકતાના તેફાનમાં ફસાયેલ છે. રાત અને દિવસ સંસારના જ વિચારો. દિવસે જે વિચારો છે અને રાત્રે સ્વપ્નમાં જે જુએ છે તે સંસાર સિવાય બીજું શું હોય! અરે બંધુઓ! અહીં બેઠા હો, પ્રવચન સાંભળતા હો, ત્યારે પણ માથામાં જે વિચાર ઝબકી જાય છે તે સાંસારિકતાના કે અધ્યાત્મના? અધ્યાત્મ ભાવોને જાગૃત કરે એવી વાણું સાંભળતાં પણ જે માથામાંથી સંસાર ખસ ન હોય તે સંસારની જાળમાં લેપાયેલા છે ત્યાં સંસારના વિચારો સિવાય બીજી અપેક્ષા શું રખાય ? વળી જેવા વિચારે એવી વાણી. એક આખા દિવસની બેલાયેલી વાણીને તપાસી જજો કે તેમાં સંસારના ભાવે બોલાયેલ વચને વધારે હતાં કે આત્મા-પરમાત્માની શ્રદ્ધા-ભક્તિના ભાવે વધુ વચને નીકળ્યાં હતાં? અને પ્રવૃત્તિ પણ તે જ. દિવસભર થતી પ્રવૃત્તિમાં લક્ષ્યસ્થાને કાં તે પિતાની જાત, કાં તો પત્ની અને પરિવાર અને કાં તે સામાજિક પ્રતિષ્ઠા કહે- આ સિવાય આત્મા અથે કંઈ પ્રવૃત્તિ કરી ખરી?