Book Title: Hriday Pradip Shat Trinshika
Author(s): Mrigendravijay, Nileshwari Kothari
Publisher: Jain Yog Foundation

View full book text
Previous | Next

Page 55
________________ હે કામદેવ! હું જાણું છું કે - પહેલાં તારો જન્મ મારા મનમાં થાય છે - એટલે ઉદ્ભવે છે માટે જ કવિઓ તને “મનસિન” કે “મન્મથ’ કહે છે તે સત્ય છે. ભર્તુહરિએ શૃંગાર શતકમાં કામદેવ માટે વિશેષ શબ્દપ્રયોગ કર્યો છે. “મકરધ્વજ” અને “કુસુમાયુધ”. “તમૈ નમો માવતિ સુમાયુધાય” પણ તેથી શું? હે કામદેવ જો હું તારો વિચાર જ નહિં કરું તો તારું કોઈ અસ્તિત્વ જ રહેતું નથી. મનોવિજ્ઞાનની દષ્ટિએ આ વાત અનુભવગમ્ય પણ છે. આ કામદેવને પરાજિત કરવા સંયમી જૈન સાધુઓ માટે બ્રહ્મચર્યની નવ વાડ (મર્યાદા વિશેષ) નું ઉલ્લંઘન ન કરવા સાવચેતી રાખવા કહ્યું છે. કામોદ્દીપક દશ્યો ન જોવા કે અતિપૌષ્ટિક આહાર ન લેવો વગેરે છતાં પણ આ કામદેવ ચોર ની જેમ ગુપ્ત રીતે પ્રવેશીને મહાન કહેવાતા તપસ્વી, ઋષિ, મુનિઓને ક્યારેક પદભ્રષ્ટ કરી નાંખે છે. અને આખી જીંદગીમાં મહાપ્રયત્ન ઉપાર્જિત કરેલી પ્રતિષ્ઠા, તપશ્ચર્યા, સાધના, આરાધના, જ્ઞાન વગેરેને પળવારમાં જ જમીનદોસ્ત કરી દે છે. ભલભલા માધાતા અને મહાત્માઓ પણ કામદેવની અડફેટમાં આવી ગયાના અહિં કેટલાંક બોલતાં પૂરાવા રજૂ કર્યા છે. • ગણિકાના અર્થલાભને પડકારવા જતાં નંદિષણ મુનિને આ કામદેવે પછડાટ આપી હતી. વિવિધરૂપ કરવાની ચમત્કારિક શક્તિ (Mirecle) ધરાવતાં મુનિ અષાઢાભૂતિને નટકન્યાના બાહુપાશે જકડી લીધા હતા. સ્થૂલિભદ્રજીના સિંહગુફાવાસી બંધુ મુનિવરે ગુરૂની આજ્ઞાનો અનાદર કરીને રૂપકોશા રાજનર્તકીને પ્રતિબોધ કરવા જતાં પોતે જ પરાજિત થઈ ગયા હતા. અને સાધ્વી રાજમતીને ગુફામાં નિર્વસ્ત્ર જોતાં જ રથનેમિએ અનુચિત માંગણી (ઑફર) મૂકી હતી. પરંતુ શાસ્ત્રોએ તેમના જય-પરાજય બન્નેની નોંધ લીધી છે. (૫૪) ૫૪

Loading...

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124