Book Title: Hitopdeshmala evam Darshanshuddhi Prakaranam
Author(s): Prabhanandsuri, Chandraprabhsuri, Kirtiyashvijay
Publisher: Naginbhai Paushadhshala

View full book text
Previous | Next

Page 10
________________ [૯] આત્મશ્લાઘા કરતા હોય તે માની જ લેવું કે વાસ્તવમાં તે પરનિંદા જ કરી રહ્યા છે. (ગાથા-૩૭૭) માટે જેઓ આત્મત્કર્ષ દોષને ત્યાગ કરીને પ્રશમામૃતથી પિતાના આત્માને સીંચે છે તેવા આત્માઓ જ આ ભવમાં અને પરભવમાં પરમસુખી થાય છે. દશમા કૃતજ્ઞગુણને વર્ણવતાં એક અનુપમ વાત જણાવી છે કે–ઉત્તમ કે? અને અધમ કેણ ? એ બન્નેની વ્યાખ્યા કરતાં તમે શા માટે મુંઝાઓ છે ? જેઓ કૃતજ્ઞ છે તેઓ જ ઉત્તમ છે અને જેઓ કૃતધ્ર છે તેઓ જ અધમ છે. (ગાથા-૩૮૨) પૃથ્વી કૃતજ્ઞપુરૂષોને ધારણ કરવાના કારણે રત્નપરા કહેવાય છે અને કૃતઘ પુરૂષને ધારણ કરવાના કારણે મેદિની કહેવાય છે. (ગાથા ૩૮૩) માટે જ ભગવાનને પ્રાર્થના કરતાં કહ્યું છે કે હે ભગવન ! જે આપની પાસેથી માગેલું મળતું હોય તે એક જ વસ્તુ માગું છું કે–ભલે હું કઈને ઉપકાર કરવા કે બદલે વાળવા સમર્થ ન બનું, પણ કૃતધ્ર તે ક્યારે ય પણ ન જ થાઉં ! (ગાથા-૩૮૫) કૃતળતા દેષને કારણે તે આત્માના પિતાના જ ગુરૂના ગુણને નાશ થાય છે. શ્રી તીર્થકર ભગવંતે પણ તિજ્ઞગુણના પ્રભાવે તીર્થને નમસ્કાર કરે છે.” ઈત્યાદિ જણાવીને કૃતજ્ઞગુણનું સુંદર વર્ણન કર્યું છે. (ગાથા-૩૮૦) અગ્યારમા અભિનિવેશત્યાગ નામના ગુણનું વર્ણન કરતાં જણાવ્યું છે કે આત્મામાં પ્રગટ થતા ગુણસમુદાયને રોકવાનું કાર્ય અભિનિવેશ (મિથ્યાત્વ) કરે છે. જેના હૃદયમાં અભિનિવેશનું ઝેર રહેલું હોય તેના ઉપર ગુરૂનાં વચનને મંત્ર પણ અસર કરી શકતો નથી. આચરેલું કષ્ટકારી ધર્માનુષ્ઠાન, તીવ્રતા, નિર્મળ કેટિનું શીલ અને શ્રુતજ્ઞાન પણ અભિનિવેશના કારણે નાશ પામે છે. ચારિત્રરૂપ જહાજની સહાયથી સંસાર-સાગરના કિનારે આવેલા આત્માને પણ અભિનિવેશરૂપ કલોલની હારમાળા મધદરિયામાં ફેંકી દે છે. અભિનિવેશ દેષને કારણે જ પ્રાણી મેક્ષમાર્ગ સ્વરૂપ નિગ્રંથ પ્રવચનને ત્યાગ કરીને સંસાર અટવીમાં ભટકી મરે છે ઈત્યાદિ વાત સમજાવીને ઊંડો ખેદ વ્યક્ત કર્યો છે. શ્રી જિનમતને ન પામેલા જીવો કદાગ્રહને આધીન હોય તેમાં નવાઈ નથી, પણ જિનમતને પામેલા આત્માઓ પણ કદાગ્રહને આધીન હેય તેમાં તે મેહને જ મહિમા છે ને ?

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 230