________________ મનથી નમનની ક્રિયા–આત્મવીર્યમનોવર્ગણા ગ્રહણ કરી વિચારરૂપે પ્રર્વતાવે. પુદ્ગલ ગ્રહણ પરિણમન એ આત્મસ્વભાવ નથી તેથી મનોવર્ગણા પણ ગ્રહણ ન કરાય. તે બંધ કરવા સંપૂર્ણવિચાર બંધ ન થાય ત્યા સુધી સર્વજ્ઞા તત્ત્વરૂપ જ માત્ર વિચારણા તે મનોયોગરૂપ આત્મવીર્યનું નમન ક્રિયા છે. મોક્ષે યોગનાત્ યT I જે આત્મા મોહથી છૂટે ત્યારે આત્માનું સ્વગુણ સાથે જોડાણ થાય તે મોક્ષમાર્ગ છે. पर धर्म पर स्थापेति / स्व धर्म 'स्व' स्थापेति / પર પુદ્ગલના વર્ણગંધાદિ ગુણોમાં આધિન થાય તે આત્મા પરમાં સ્થાપિત થાય અને જે આત્માના જ્ઞાનાદિ ગુણમય બને તેનો આત્મા સ્વમાં સ્થાપિત થાય. મહર્ષિ–"મેં બે ખાતા રાખ્યા છે" એક સ્વનું બીજું પરનું". આત્મા સિવાયની જે કોઈ વાત વિકલ્પ, જે કંઈ પણ આવે તે બધાને પરના ખાતામાં નાખી દઉં છું. તેથી ચિત્ત તેમાંથી નિવૃત્ત થાય."કોઈમારી પાસે આવીને ગોચરી, સંબંધી, વાતાવરણ સંબંધી હમણા તાવ ઘણો છે તો તે બધાને "પુગલ–પર ખાતામાં નાખી દઉં અને આત્માના ગુણોની વાત આવે તેને મારા આત્માના ખાતામાં જમા કરી દઉં. તેમાં લીન થઈ જાઉં. અસ્થિર, અનિત્ય, પરિવર્તન પુગલની સાથે રહેતો આપણે અસ્થિર થઈએ. સ્થિર, શાંત, શાશ્વત,નિત્ય સાથે રહીએ તો શાંત સ્થિર રહીએ. સમ્યમ્ દષ્ટિને શુભ મુગલ સમૂહ પુણ્યથી પ્રાપ્તિ થાય છે. તેમાં તેને આનંદન આવે. કારણ તેને પરરૂપે માને, સ્વ પરનો વિભાગ કરવામાં તે નિપુણ થયા છે. સિધ્ધ-ક્ષેત્ર એ જ આપણું ક્ષેત્ર છે તેને મેળવવાનો પુરૂષાર્થ હોય કે પર ક્ષેત્ર માટે લડવાનું હોય? કલેશ પામવાનો હોય, સંયમને યોગ્ય મળ્યું હોય તો પણ તેમાં ઉદાસીન હોય-કેમ? પોતે સર્વ પર સંયોગોથી પર છે એમને સમજે છેપુદ્ગલમાં તેનારતે આનંદને પામતો નથી, ગુણસમુદાયને જ્ઞાનસાર-૩ // 308