Book Title: Gyandhara 12 Sarjakni Vichar Srushti
Author(s): Gunvant Barvalia
Publisher: Pravin Prakashan P L

View full book text
Previous | Next

Page 9
________________ િજ્ઞાનધારા) પૂ. રમણભાઈએ જે ગ્રંથો મને આપ્યા, ત્યારે “જ્ઞાનાસર અને અધ્યાત્મસાર’નું તો અધ્યયન એ સમયગાળામાં કર્યું હતું, પણ પૂ. રાકેશભાઈના આ ચાર ગ્રંથો માત્ર ઉપરઉપરથી જોઈ ગયો હતો અને પ્રભાવિત થયો હતો અને ક્યારેક વિગતે વાંચીશ એવું નક્કી કર્યું હતું પણ ૧૫ ફેબ્રુઆરીએ પૂજ્યશ્રીના રૂબરૂ દર્શન થયા પછી બીજે દિવસે નિત્યક્રમમાં કબાટ ખોલતાં સામે જ આ ચાર ગ્રંથનાં દર્શન થયાં. નક્કી કર્યું, હવે તે નિયમિત વાંચન અધ્યયન કરી જ લઉં, અને દોઢેક મહિને એ શક્ય બન્યું. પણ હજી તૃપ્તિ થઈ નથી. ફરી ક્યારેક, ક્યાંક નિરાંતે બેસીને અધ્યયન કરીશ, એ થશે, એ પ્રમાણે જીવાશે તો મોક્ષ નકકી, એવી શ્રદ્ધા જન્મી ચૂકી છે. કાલિદાસનું ‘શાકુંતલ’ વાંચી જર્મન કવિ ગેટે એ ગ્રંથને માથા ઉપર મૂકી નાચ્યો હતો. આ ગ્રંથો વાંચી મુમુક્ષનો આત્મા ન નાચી ઉઠે તો જ નવાઈ ! પૂજ્યશ્રીના આ ચાર વિવેચન ગ્રંથોનું વિવેચન કરવાની મારી કોઈ ક્ષમત નથી. અહીં માત્ર મારા વાચન-અધ્યયન આનંદની અનુભૂતિનું રસદર્શન છે. અને જ્યાં હોય ત્યાં અન્ય મુમુક્ષુને આ ગ્રંથ વાંચવાના ભાવ જાગે એ જ ભાવ છે. સાગર જેવા વિશાળ અને ઊંડા આ ગ્રંથોને પાર કરતા અવશ્ય હાંફી જવાય, પણ એ તરણને અંતે જે જે મોતી મળ્યાં હોય એનો આનંદ તો પરમોચ્ચ કક્ષાનો સચ્ચિદાનંદ જેવો જ હોય. મહીં પડ્યા હોય એ જાણે અને મહાસુખ માણે. પૂ. રાકેશભાઈના પ્રસન્ન ચિત્તની ભાગીરથી ધારાનું અહીં અવિરત અવતરણ છે. જ્ઞાનચયનની ખળખળ વહેતા ઝરણાં જેવી નિષ્પત્તિ છે. સંસ્કૃત, પ્રાકૃતના ૧૯૦ ગ્રંથો, ગુજરાતી ભાષાના ૧૪૫ ગ્રંથો, અંગ્રેજીના ૧૫ અને ૧૧ એમ કુલ ૩૬૧થી વધુ ગ્રંથોનું અધ્યયન અને એ સાથે સ્વ પ્રજ્ઞા અને સર્જકતાનું પરિણામ એટલે આ ચાર ગ્રંથો. પૂજ્યશ્રીએ સુંદરમ્ની અર્વાચીન કવિતા,ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ, ગાંધીજીની આત્મકથા, આનંદ શંકરનું ‘આપણો ધર્મ અને રાહુલ સાંકૃત્યાયનનો પણ સ્પર્શ કર્યો છે. જિજ્ઞાસુએ ચોથા ભાગના અંતે પરિશિષ્ટ જોવું. ઉપરાંત ૬૫ પાનાંની વિષયસૂચિના અવશ્ય દર્શન કરવા. ચાર ભાગમાં વિસ્તરાયેલી ‘આત્મસિદ્ધિ શાસ્ત્ર'ની ૧૪૨ ગાથાનું રસ, અર્થ અને ધ્વનિદર્શન, પિતા કે ગુરુ પોતાના બાળક-શિષ્યની આંગળી પકડીને કરાવે એ રીતે કરાવે છે. સર્જકની વિચારસૃષ્ટિ) પ્રથમ પૂર્વની ગાથાનું અનુસંધાન વિચારભૂમિકા સ્વરૂપે, પછી ગાથા, પછી એ ગાથાનો અર્થ, પછી ભાવાર્થ અને ત્યાર પછી વિશેષાર્થ અને છેલ્લે પ્રત્યેક ગાથાને અંતે શ્રી ગિરધરભાઈની કાવ્ય પંક્તિમાં પાદપૂર્તિ. ગ્રંથકાર પૂ. રાકેશભાઈ આપણી આંગળી પકડે, થોડું ચલાવે, થોડું ચઢાવે અને પછી બેસાડીને નિરાતે વિશેષાર્થ સમજાવે. આ વિશેષાર્થનું ફલક અતિવિશાળ અને ગહન. અહીં અનેક ગ્રંથો અને દર્શનોનો આપણને પરિચય-ચિંતન કરાવે. બધું ખૂબ જ સરળ ભાષામાં, ક્યાંય અતિશયોક્તિ કે આડંબર નહીં, જે કહેવું છે, જેટલું સમજાવવું છે એટલી જ ચર્ચા-ચિંતન કરવાના. પછી ઉઠો, અને ચાલો મારી સાથે. આ યાત્રા કરો એટલે આ ગ્રંથાધિરાજ, કાવ્યશિરોમણિ 'આત્મસિદ્ધિ શાસ્ત્રની પ્રાપ્તિ નકકી સ્વની ઓળખ, સ્વ સાથેનું જોડાણ, મતાથપણું ગયું. આત્માર્થી થવાયું.. આ જ સિદ્ધિ, એટલે જ આત્મખ્યાતિ ટીકામાં અમૃતચંદ્રાચાર્ય કહે છે કે, હે જીવ! તું છ મહિના આ તત્ત્વનો અભ્યાસ કર, તને જરૂર આત્માની પ્રાપ્તિ થશે.' હું પણ કહું છું કે, હે સાધક, બધું ત્યજી આ ગ્રંથનો છ મહિના સતત અભ્યાસ કર, તો ઘણાં જાળાં તૂટી જશે, અને જે પ્રાપ્ત થશે એ કહેવા તું રોકાઈશ નહીં. સહજ સ્વરૂપે સમજાશે અને સહજ જીવી જવાશે. ગ્રંથકર્તાએ સન ૧૯૯૮ સુધી ‘આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિશે જ્યાં જ્યાં જે જે લખાયું છે એનો ગહન અભ્યાસ કરી એ સર્વનો અર્ક અહીં પીરસ્યો છે. આત્મસિદ્ધિ પામેલા મહા આત્માએ આ ‘આત્મસિદ્ધિ'નું સર્જન કર્યું એમ આ કાવ્યને પૂર્ણ રીતે પામેલા એવા જ આ ગ્રંથકર્તા પ્રાજ્ઞ આત્માએ એના ઉપર ગહન અને વિશદ વિવેચન કર્યું છે એની પ્રતીતિ વાચકને પુરે થાય છે અને વાચકના ભીતરની ધન્યતા ઉઘડતી જાય છે. - ક્રિયા જડતા, સદ્ગરનું સેવન, મતાર્થીની શંકા, ગુરુ-શિષ્ય સંવાદ, અન્ય દર્શનોનું દર્શન, આ બધું તટસ્થ ભાવથી ગ્રંથકર્તા અહીં જણાવે છે. કયાંય પૂર્વગ્રહ નથી. સાપેક્ષવાદના સિદ્ધાંતને ગ્રંથકર્તા પૂરા વફાદાર રહ્યા છે. પોતાના વિચારના સમર્થન માટે પૂર્વસૂરિઓના વિચારને વિગત સાથે દર્શાવે છે. વિચારોની પારદર્શકતા છે, ખંડન ક્યાંય નથી. પ્રત્યેક ગાથાની ચર્ચા-ચિંતન એક એક સ્વતંત્ર પ્રકરણ બને એવા છે. શાસ્ત્રની સાથે વૈજ્ઞાનિક આધાર છે, ઉપરાંત કથા દષ્ટાંતોથી એ વિવેચન ગ્રાહ્ય, સહ્ય અને ૧૬.

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 100