Book Title: Gyandhara 04
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
ક્ષણાનો મહિમા વર્ણવે છે.
બીજા મૃદુતા ગુણને વિનયના પાયારૂપે વર્ણવે છે. ક્ષમાથી વિનયગુણ સિદ્ધ થાય છે. આ મૃદુતાથી સમ્યક્તનો વધુ આસ્વાદ આવે છે. બાસુંદીને વધુ સ્વાદિષ્ટ બનાવવા વધુ ઘટ્ટ બનાવવી પડે છે, એમ આત્માનો પણ ગુણોનો સ્વાદ અનુભવવા આત્માને નમ્ર બનાવવો પડે છે. કવિ કહે છે કે, મૃદુતાથી વિનય સધાય છે. વિનયથી શ્રત, શ્રુતથી ચારિત્ર અને ચારિત્રથી મુક્તિ સધાય છે.
કવિ આઠ મદોને વારવા માટે નમ્રતા-મૃદુતા ગુણ કેળવવા પર ભાર મૂકે છે. તેમ જ જ્ઞાનનો પણ ગર્વ ન કરવા સૂચવે છે. જ્ઞાનના ગર્વ અંગે કવિ કહે છે. “જ્ઞાન ભલું તસ જાણીયે, જસ મદ વિષ ઉપસંત રે, તે ભણી જો મદ વાધીય, તો જલધિથી અનલ ઉઠંત રે, તરણીથી તિમિર મહંત રે, ચંદથી તાપ ઝરંત રે, અમૃતથી ગદ હુંત રે, મદ ન કરે તે સંત રે.” ૭ (ઢાળ ૨)
આ નમ્રતાના પાયામાં ઋજુતા હોવી જરૂરી છે. સાધકનું મન સરળ હોય તો જ તે નમ્ર બની શકે. વૃક્ષના બખોલમાં અગ્નિ રહ્યો હોય તો વૃક્ષ નવપલ્લવ ન થાય, તેમ હૃદયમાં ઋજુતા વિના બીજા ગુણો ખીલી શકતા નથી. ઋજુતાથી માયાનો પ્રતિકાર થાય છે.
કવિ માયાના રૂપને વર્ણવતાં કહે છે - “દૂર થકી પરિહરિયે માયા સાષિણી રે, પાપિણી ગૂંથે જાળ, જ્ઞાનવિમલ ગુણ અમૃતલહરી છટા થકી રે દોહગ દુઃખ વિસાર'.
જે વ્યક્તિ નિર્લોભી હોય એ જ સાચો ઋજુ હોઈ શકે. લોભી વ્યક્તિ પોતાના સ્વાર્થના પ્રભાવે વક્ર બને છે, આથી ઋજુતાના પાયામાં પણ નિર્લોભપણું - મુત્તીગુણને વર્ણવે છે.
લોભ-મમતાદિ ભાવો તેમ જ સમતાનું એકસ્થાને અસંભવત્વ વર્ણવતાં કહે છે.
“મમતા સંગે સમતા નવિ મળે, છાયા તપ એક ઠામોજી, જ્ઞાનધારા
(૩) જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૪