Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 82
________________ CC જ્ઞાનધારા CON પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ, રૂપાતીત આદિ ધ્યાન દ્વારા સાધનામાર્ગનું દર્શન. ખાસ કરીને ૯મા સ્તવનમાં થયેલી આત્માના શુદ્ધ સ્વરૂપનું આલેખન. દેવચંદ્રજી કૃત સમગ્ર ચોવીશી - આત્મદર્શનને કરાવે છે, એમ છતાં નવમું સ્તવન, ત્રેવીસમું સ્તવન. આ સ્તવનોનો આત્માર્થી નિરંતર પાઠ કરે અને જૈન સંઘમાં આ સ્તવનોનો પ્રચાર-પ્રસાર વધુ થાય તો સ્વાભાવિક રીતે જ વીસરાયેલ મૂળ માર્ગ ‘આત્મતત્ત્વ' તરફ ભક્તિના માધ્યમથી લોકો જોડાય. સાધકોને આત્મતત્ત્વ તરફ જોડવાના અનેક માર્ગો અને ઉપાયો છે. અહીં, મેં મારા નાનકડા આ લેખમાં એક ઉપાય સ્તવનરૂપ ભાવપૂજા તરફ અંગુલિનિર્દષ કર્યો છે. L ૧૬૩ NO CO યુવાનોને ધર્માભમુખ કરવાની સમ્યક્ દિશા આંતરશુદ્ધિકરણ પરત્વે નિજી ભિıક્ત જૈન દર્શનના અભ્યાસુ ડૉ. દીક્ષાબહેન આણંદની જે. એમ. પટેલ રિસર્ચ ઇન્સ્ટિટયૂટમાં અનુસ્નાતક સંસ્કૃત વિભાગનાં અધ્યક્ષા છે. તેઓ જૈન સાહિત્યમાં જ્ઞાનસત્રમાં શોધ પત્રો રજૂ કરે છે. * ડૉ. દીક્ષા એચ. સાવલા સૌપ્રથમ જેના વિશે વાત કરવાની છે તેવા યુવાનોને આજના યુગમાં કેવી રીતે ધર્માભિમુખ કરી શકાય ? તો આવા વિષયની પસંદગી તરફ જ્ઞાનસત્રના સંયોજક/સંપાદશ્રીના ચોક્કસ અંગુલિનિર્દેશ છે, કારણકે યુવાનોને ધર્માભિમુખ કરવા ખૂબ જ જરૂરી છે. કહેવાયું છે ને, યુવાન વયમાં જ્ઞાનનો છોડ નહીં વાવીએ તો વૃદ્ધાવસ્થામાં એની છાયા મળશે નહિ તેમ જ સ્વામી વિવેકાનંદે પણ કહ્યું, હતું, “મને દસ યુવાનો આપો અને હું દુનિયા બદલી નાખીશ.’’ આમ યુવાનોમાં શૂન્યમાંથી સર્જન કરવાની તાકાત રહેલી છે, જેના સથવારે સમાજ-રાષ્ટ્રને આપણે ઊર્ધ્વગામી બનાવી શકીએ અને યુવાનો પાસેથી ઘણું માગીશું તો ઘણું મળશે અને ઓછું માગીશું તો ઓછું મળશે, પરંતુ એટલું ચોક્કસ છે કે, યુવાનો પાસેથી માગશું એટલું તો મળશે જ. તો ચાલો, આજના ફાસ્ટ-ફૅશનયુગમાં યુવાનોને ધર્માભિમુખ કેવી રીતે કરી શકાય અને એ માટે આપણે શું કરી શકીએ ? આજનો યુવાન ડગલે ને પગલે હારી જાય, નિરાશ થઈ જાય છે. ડિપ્રેશનનો ભોગ બની જાય છે. તો એ યુવાનોને આપણે એક ચોક્કસ રાહ ચીંધવાની જરૂર છે. યુવાનો તો ભાવિ છે, તો ભાવિને સમૃદ્ધ બનાવવા શું આપણે પ્રયત્નો નહીં કરીએ ? સૌપ્રથમ મારા આજના અભ્યાસલેખમાં મારે યુવાનોને ધર્માભિમુખ કરવાના પ્રયત્નો કરવાના છે, તો એના પાયામાં ધર્મ વિશેની સાચી સમજ ઇત્યાદિ પ્રશ્નો રહેલા છે. એ પ્રશ્નોના પ્રત્યુત્તરથી આજે હું મારા શોધપત્રને રજૂ કરીશ, કારણકે આ વિષય પરત્વે યુવાનોના દષ્ટિકોણ, એમનાં મંતવ્યોને જાણવા પણ જરૂરી બની રહે છે. આ વિશે મેં સૂક્ષ્મ રીતે જાણવા માટે પ્રશ્નાવલિનો સથવારો લીધો છે. - ૧૬૪ મ

Loading...

Page Navigation
1 ... 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137