Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
સ્પર્શ આકાર વગેરે હોય, જે પાંચેય ઈન્દ્રિયોના વિષયથી અનુભવાય તે પદાર્થને જૈન દર્શનકારો રૂપી પદાર્થ કહે છે અને મર્યાદામાં રહીને ક્ષેત્રથી કાળથી અમુક છતાં અસંખ્ય રૂપી પદાર્થોને પ્રત્યક્ષ જોઈ જાણી શકે તે અવધિજ્ઞાનની લબ્ધિ છે. આજે Email થી માઈલો દૂરથી આવતા સમાચારો સંદેશાઓ ઘરે બેઠા એજ પરિસ્થિતિમાં આપણે જોઈ શકીએ છીએ, સમજી શકીએ છીએ. સેટેલાઈટની મદદથી Tv. વિડિયો ઉપર માઈલો દૂર બનતા બનાવો એજ ક્ષણે આપણી હાજરીમાં બનતા હોય એમ આજે જોઈ શકાય છે. મોબાઈલ ફોનથી માઈલો દૂર રહેલી વ્યક્તિ સાથે વાતચીત કરી શકીએ છીએ. વિજ્ઞાનની આ ચમત્કારિક વાતો થોડાં વર્ષો પૂર્વે ગાંડા માણસની વાતો લાગતી, ચક્રમ જેવી વાતો લાગતી પણ આજે રોજ - બરોજના જીવનમાં એ સહજ પ્રવૃત્તિ બની ગઈ છે. એમ અવધિજ્ઞાનથી આત્મા ત્રણે લોકના રૂપી પદાર્થો જોઈ શકે છે એવી શાસ્ત્રવાતોમાં હવે શ્રદ્ધા બેસે છે.
આ જ્ઞાન કોઈ પણ ઈયિની મદદ વિના થાય છે તેથી, આ શક્તિને આધુનિક પરામનોવિજ્ઞાન નામ આપ્યું છે : “એક્સ્ટ્રા સેન્સરિ પર્સેશન ઈ.એસ.પી. અંગ્રેજીમાં સામાન્યરીતે આને માટે ક્લેરવોયન્સ', “ટેલિપથિ' અને ઈન્ટયુઈશન' શબ્દો પ્રચલિત છે. આના સંબંધોમાં થઈ રહેલાં સંશોધનોએ બતાવી આપ્યું છે કે માનવી, આજ સુધી વિજ્ઞાન માનતું આવ્યું છે તેમ, માત્ર ભૌતિક તત્વનો બનેલો નથી. આ સંશોધનોના પ્રમુખ સંચાલક શ્રી જે.બી. રહાઈન લખે છે કે, માનવી અતીન્દ્રિય જ્ઞાનશક્તિ ધરાવે છે, એ હવે એક નિર્વિવાદ હકીકત બની ચૂકી છે. આ વિષયમાં છેલ્લા પચીસ વર્ષોથી નિરંતર સંશોધન થઈ રહ્યું છે..... જેના પરિણામે કેટલીક શોધો થઈ શકી છે, જે ક્રાન્તિકારક છે.
ઈ.એસ.પી.” - અતીન્દ્રિય જ્ઞાનશક્તિની જેમ પુનર્જન્મના વિષયમાં પણ પરામનોવિજ્ઞાન (પેરાસાઈકોલોજી) દ્વારા વ્યાપક સંશોધનો થઈ રહ્યાં છે, જેનાં પરિણામોએ પુનર્જન્મમાં ન માનનારા પશ્ચિમને ખળભળાવી મૂક્યું છે. જ્યાં ધાર્મિક માન્યતાએ પણ પુનર્જન્મને સ્વીકૃતિ નથી આપી એવા એ
જ્ઞાનધારા
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org