Book Title: Gyananjali Punyavijayji Abhivadan Granth
Author(s): Ramnikvijay Gani
Publisher: Sagar Gaccha Jain Upashray Vadodara

View full book text
Previous | Next

Page 577
________________ ૮૪ 1 જ્ઞાનાંજલિ કે, ચિંતા થતી, જેથી માતાએ કહ્યું કે, “ હૈયા ! જો તું પણ મારી સાથે દીક્ષા લઈ લે તે! મને તારી ચિંતા મટે અને હું નિશ્ચિંત બની મારું દીક્ષાજીવન સફળ કરી શકું." પુત્રે આથી જવાબ આપ્યા “ મા ! તમે કહેશેા તેમ જ હું કરીશ. મારી ચિંતા ન કરશે।.'' આથી માતાએ રાજી થઈ જણાવ્યું કે વ તુ દીક્ષિત ન થાય ત્યાં સુધી આ વાત કેાઈ ને પણ ન કહેવી, નહિ તે કુટુંબીએ તને રાષ્ટ્રી રાખશે ને મારી ચિંતા વધારી મૂકશે.” આથી માતૃભક્ત મણિલાલે પેાતાના ભાવિ જીવનની ચિ'તા કે રૂપરેખા દોર્યા વિના જ માતાની આજ્ઞા તરત સ્વીકારી લઈ કહ્યા પ્રમાણે પાલન કર્યું અને અનુકૂળ સમય પ્રાપ્ત થતાં આત્મારામજી ઉર્ફે વિજયાનંદસૂરીશ્વરજીના શિષ્ય પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મહારાજના શિષ્ય મુનિ શ્રી ચતુરવિજયજી મહારાજ પાસે પાલિતાણા મુકામે દીક્ષા અંગીકાર કરી. ૬૦ વર્ષ પહેલાં માતૃઆજ્ઞાના પાલનની એક નાનીશી ઘટનામાંથી એ મણિલાલ આજે આગમપ્રભાકર મુનિ શ્રી પુણ્યવિજયજીરૂપે પ્રકાશે।જવલ બની રહ્યા છે. સાખી-માતાનું એમને સમય સમય પર માદર્શન મળ્યા કરતું, અને મુનિશ્રી પણ ત્રણેક વર્ષોં પર સાધ્ધી-માતુશ્રી અમદાવાદમાં કાળધર્મ પામ્યાં ત્યાં સુધી અવારનવાર બે-ચાર દિવસે એમના દર્શને જઈ આવતા અને વિહારમાં દૂર હોય તેા ખબર-અંતર પુછાવી લેતા. પણ છેલ્લાં ૧૫–૨૦ વર્ષથી બન્નેને પ્રાયઃ અમદાવાદમાં જ રહેવાનું બન્યું હતું. ગુરુ પશુ માતાની જેમ ઉદાર અને વિશાલ હૃદયના મળ્યા હતા. બે વર્ષ પહેલાં એમના ગુરુ વિષે પ્રશ્ન પૂછતાં એમણે જણાવેલું કે, “ ગુરુએ નથી મારા અધ્યયન કે કાર્યમાં કદી રોકટોક કરી કે નથી કોઈ વિધિ-નિષેધને આગ્રહ રાખ્યા. એમને વિશ્વાસ હતેા કે એ જે કંઈ કરતા હશે એ સારું જ કરતા હશે.” પૂર્ણ સ્વાતંત્ર્ય બક્ષતી ગુરુની આવી ઉદારતા અને વાત્સલ્યનું વર્ણન કરતાં કરતાં મહારાજશ્રીનાં નેત્રો સુર્ભીનાં થઈ ગયાં. એક સમ વિદ્વાન, પ્રખર સ`શેાધક અને સેંકડાહજારાનું અભિવાદન ઝીલતા પ્રભાવશાળી સંતમાં પણ કેવું ભક્તિ-આ, કેવું પ્રેમભીનું હૈયુ વસેલું છે, એ જાણી હું આશ્રમુગ્ધ બની ગયા. મેં એમના વિષે થાડુ ધણું સાંભળ્યું હતું, પણ દશ વર્ષ પહેલાં જ પ્રથમ એમનાં દર્શન થયાં. હું એક નિબંધ લખી એમને વંચાવવા ગયેલા. પણ નિબંધના પાનાં ફેરવી એ તડૂકી ઊઠયા : “ કોઈ મહારાજે ચડાવ્યેા લાગે છે. શાસ્ત્રમાં શુ છે એની ક ંઈ ખબર છે? આવેદ્ય નિબંધ ન ચાલે,'' કહી એમણે એ મને પાછો સોંપ્યા. હું નિરાશ થઈ પાછો ફર્યો. છ મહિના પછી એમાં સુધારાવધારા કરી તથા ક ંઈક અભ્યાસ વધારી કરી પહોંચ્યા. સાથે મુદ્દાની કરેલી તારવણી હાથમાં આપી. * વિદ્વાનેામાં આવું કંઈ ન ચાલે” એમ કહેવા છતાં મેં કરેલા પ્રયત્ન માટે એમના હૈયામાં ઊઠેલી સહાનુભૂતિની લાગણી હુ' આ વખતે જોઈ શકયો હતેા. આથી હિંમત કરી પૂછ્યુ કે “ આપ એ વાંચી ક્ષતિએ બતાવા તેા ફરી પ્રયત્ન કરુ.” “ મને બિલકુલ સમય જ નથી ” ને જવાબ સાંભળી “ તેા કેાઈ વિદ્વાન મેળવી ન આપે ?'' એમ જણાવતાં એ પેાતાનું કામ પડતું મૂકી તરત જ ઊભા થયા અને મને સાથે લઈ, ખરા બપારે, ખતરગચ્છના ઉપાશ્રયે ઝવેરીવાડમાં પહેાંચ્યા અને મારા એ નિબધ મહાન શાસનપ્રભાવક આચાર્ય શ્રી પ્રેમસૂરીશ્વરજીના વિદ્વાન શિષ્ય શ્રી ભાનુવિજયજી મહારાજને તપાસી માર્ગદર્શન આપવા સોંપ્યા. છું માસ પછી ત્રીજી વખત એમની પાસે પહોંચ્યા તે એમાં ઉમેરાયેલી નવી દલીલે જોઈ એ રાજી થયા અને આ કંઈક વિદ્વાને ને ગળે ઊતરે તેવી વાત છે, કહી અલ્પ પ્રશ'સા સાથે 'મને પ્રાત્સાહિત કર્યાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610