Book Title: Gyan Pushpanjali Pandita Chhabildas Sanghavi Smrutiank
Author(s): Dhirajlal D Mehta, Vasantlal M Doshi
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૯૭ )
+ : એ-sv
:એક
- - -
-
- -
- - -
શાને પુ ષ્પાંજલિ
શ્રી શ્રુતજ્ઞાનાય નમોનમઃ
2 અધ્યાપક શ્રી પ્રવીણચંદ્ર ભોગીલાલ શેઠ, અમદાવાદ જ પંડિત શિરોમણી, વ્યાકરણ, ન્યાય આદિ અનેક વિષયોના પ્રખર વિદ્વાનું, પડ્રદર્શનના જ્ઞાતા, પીઢ અનુભવી, સમતાસાધક, વડીલ મુરબ્બીશ્રી છબીલદાસભાઈ વાત્સલ્યતા, દાક્ષિણ્યતા અને સરળતાના સાગર હતા.
આજથી ૨૦ વર્ષ પહેલા (વિ. સં. ૨૦૪૦માં) મુંબઈ કાંદિવલી ઈરાનીવાડીમાં શાસનપ્રભાવક પ. પૂ. આ. દેવશ્રી લબ્ધિસૂરીશ્વરજી મ. સાહેબે ભારતભરના સમ્યજ્ઞાન આપતા અધ્યાપકો અને શિક્ષિકાબહેનોને એક માળામાં ગૂંથી તેઓનું સંકલન કરી શ્રી જૈનધર્મ તત્ત્વજ્ઞાન પ્રચારક પરિષદ સ્થાપી, ત્યારે દીર્ઘદૃષ્ટા, પવિત્ર પુણ્યાત્મા છબીલદાસભાઈએ કહ્યું હતું કે પ. પૂ. આ. વિ. લબ્ધિસૂરીશ્વરજી મ. સાહેબે જીવતાં ઉજમણાં ર્યા છે. આ વાક્ય બતાવે છે કે પંડિતશ્રીને સમ્યગુજ્ઞાન દાતાઓ ઉપર કેવા ભાવ અને ભક્તિ હશે.
તેઓશ્રીએ બાહ્ય-અત્યંતર સાધના દ્વારા જીવન શુદ્ધિના ધ્યેયને સિદ્ધ કરવા વર્ષો સુધી અપ્રમત્તપણે કાર્ય કરેલ છે. તેમનું મિતભાષી, સંસ્કારી, સંયમી, સાત્ત્વિક અને શ્રમમય જીવન સૌને અનુકરણીય અને પ્રેરણાદાયી બની રહેશે.
આ પંડિતજીએ અમારા જેવા અનેકોને સત્યમાર્ગ ચીંધ્યો છે. તેઓ ખૂબ પ્રેમાળ હતા. નાનામાં નાના અધ્યાપકને પણ સુરત ગયા હોય તો આગ્રહપૂર્વક પોતાના ઘરે બોલાવે, આગતા-સ્વાગતા કરે અને વાત્સલ્ય વર્ષા વરસાવે. તેમનું જ્ઞાન શુષ્ક નહોતું પરંતુ નિશ્ચયનું આકાશ અને વ્યવહારની ધરતીને સ્પર્શેલું હતું. જિનશાસનની જવલંત જયોતિ સ્વરૂપ તેમના જવાથી શાસનને ન પુરાય તેવી ખોટ પડી છે. તેમનો ગુણ સ્વરૂપ આંતરવૈભવ મારામાં પણ યત્કિંચિત્ આવે એ જ અભ્યર્થના.
તેઓશ્રી સમાધિપૂર્વક પંડિતમરણ પામ્યા છે. તેથી હવે ભલે સદેહે આપણી વચ્ચે નહીં હોય, પણ ગુણદેહે સદૈવ આપણા હૃદય મંદિરમાં જીવંત રહેશે. પંડિતવર્યોના આદર્શ સમા, આદરપાત્ર, સત્યવાદી શ્રી છબીલદાસભાઈનો આત્મા જ્યાં પણ હોય ત્યાં સુખ, શાંતિ, સમાધિને પામે એ જ પ્રભુ પાસે પ્રાર્થના...
શ્રુતજ્ઞાન શ્રેષ્ઠ આલંબન છે. કારણકે શ્રુતજ્ઞાન આત્માને વિભાવમાંથી સ્વભાવમાં અને પરભાવમાંથી શુદ્ધભાવમાં લઈ જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org