Book Title: Gujaratno Itihas
Author(s): Maulana Saiyad Abu Jafar Nadvi
Publisher: Gujarat Vidyasabha

View full book text
Previous | Next

Page 311
________________ મુસલમાનોના હુમલા [૨૯૯ લખે છે કે “એક વખત હું ખંભાતમાં હત; એ સમુદ્રને કિનારે આવેલું છે, ત્યાં સંખ્યાબંધ સુન્ની મુસલમાને રહે છે. તેઓ ધર્મચુસ્ત છે અને ઉદાર દિલના છે. મેં સાંભળ્યું કે એ શહેર ગુજરાતના રાજા જયસિંગ (અવસાન ઈ. સ. ૧૧૪૩-હિ. સ. પ૩૮) ના કબજામાં હતું, જેનું પાયતખ્ત અણહીલવાડ (નહરવાલા ) હતું— તેના સમયમાં અહીં આતશપૂજકા (પારસી) અને મુસલમાનોની ઘણું વસ્તી હતી. મુસલમાની એક મજિદ હતી, જેની પાસે એક મીનાર પણ હતો; તે ઉપર ઊભા રહી બાંગી બાંગ પોકારતો હતો. પારસીઓએ હિંદુઓને મુસલમાનો ઉપર હુમલે કરવાને ઉશ્કેર્યા. તેમણે તે મીનારે તોડી નાખ્યો, મસ્જિદ બાળી નાંખી અને ૮૦ મુસલમાનેને મારી નાખ્યા. મજિદના ખતીબનું નામ કુબ અલી હતું તે બચી અણહીલવાડ ચાલ્યો ગયો અને તેણે તમામ પીડિતોની ફરિયાદ કરી. રાજાના દરબારીઓમાંથી કોઈએ તેની ફરિયાદ સાંભળી નહિ, અને કોઈએ ધ્યાન આપ્યું નહિ; કોઈએ ન તે મદદ કરી. હરેક દરબારી પોતાના ધર્મબંધુને બચાવવાની કોશિશ કરતો રહ્યો. કુબ અલીએ સાંભળ્યું કે રાજા શિકાર કરવા જનાર છે. તે જંગલમાં જઈ રાજાના જવાના રસ્તા ઉપર એક ઝાડ નીચે બેઠે. રાજા ત્યાં પહોંચે ત્યારે કુબ અલીએ વિનંતિ કરી કે આપ હાથીને થોભાવી મારી ફરિયાદ સાંભળી લો. રાજાએ સવારી રોકી. કુબ અલીએ એક કવિતા જે હિંદીમાં (બહુધા ઓફીનો હિંદી શબ્દને ઉપયોગ કરવાને ભાવાર્થ પ્રાચીન ગુજરાતી ઝબાન હશે) બનાવી હતી અને તેમાં તમામ બનાવો વર્ણવ્યા હતા, તે રાજાના હાથમાં મૂકી. રાજાએ તે કવિતા વાંચી એક નોકરને હુકમ કર્યો કે તારે કુબ અલીને સુરક્ષિત તારી પાસે રાખો અને હું કહું ત્યારે તેને દરબારમાં હાજર કરો. ત્યારપછી રાજા પાછો ફર્યો અને પિતાના નાયબને બેલાવી કહ્યું કે તમામ રિયાસતનું કામ તમારે કરવું. હું ત્રણ દિવસ માટે તમામ કામ છોડી દઈ ઝમાનામાં રહીશ. હવે

Loading...

Page Navigation
1 ... 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332