Book Title: Gujarat na Aetihasik Lekho Part 01 Author(s): Girjashankar Vallabh Acharya Publisher: Farbas Gujarati Sabha View full book textPage 8
________________ પૂરી પાડી તેવી આમાં દાખલ કરેલ છે. તે બધા વિગતવાર પ્રસિદ્ધ થાય ત્યારે તે ટુકી ને કાઢી તે જ નંબરમાં વિસ્તૃત હકીકત દાખલ થઈ શકશે. અમુક લેખો તેમ જ તામ્રપત્રો બનાવટી મનાય છે તેવા પણ આ સંગ્રહમાં દાખલ કરવામાં આવેલ છે; કારણ તેમાંયે અમુક ઐતિહાસિક તો ઓછાવત્તા પ્રમાણમાં મળી આવવા સંભવ રહે છે. બધા લેખો ભિન્ન ભિન્ન વ્યક્તિ દ્વારા પ્રકટ થએલા છે, તેથી સ્વાભાવિક રીતે અમુક કિલg શબ્દ તેમ જ વાકયેના અર્થ ભિન્નભિન્ન તેમ જ યથામતિ કરવામાં આવેલ છે. તે બધાનું દહન કરી, બહુમતિવાળા પક્ષને અર્થ માન્ય કરવાનું કામ બહુ મુશ્કેલીવાળું હોવા ઉપરાંત તેમ કરવામાં બીજા બે દોષ હારી લેવાની સ્થિતિ ઉત્પન્ન થાય છે. એક તો બધાના ભિન્ન ભિન્ન મતને સંપૂર્ણ સંગ્રહ થઈ શકતો નથી ( જે મારું આ કાર્યપરત્વે મુખ્ય કર્તવ્ય છે ), અને બીજું તેમ કરવાથી હું મારી પ્રવૃત્તિમાંથી ચુત થતે હેઉં, એમ પણ લાગવા માંડ્યું. ઐતિહાસિક સાધનાને સંગ્રહ કરવો તે એક પ્રવૃત્તિ અને તે બધાં સાધનું દહન કરી, તેમાંથી ઐતિહાસિક તત્વે તારવી, તેની સંકલના કરવી તે તદ્દન નિરાળી જ પ્રવૃત્તિ ગણી શકાય. ઉપરાંત આ સંગ્રહ સદાકાળ અપૂર્ણ દશામાં જ રહેવાને, તેથી જે પક્ષ અત્યારે માન્ય ગણાય તે હવે પછીનાં નવાં સાધનની પ્રાપ્તિને અંગે કદાચ ત્યાજ્ય ગાય, એ પણ સંભવ છે. તેથી આ બધાં કારણેને અંગે જેના તેના અભિપ્રાય તેની તે જ સ્થિતિમાં આમાં સંગ્રહ કરવાનો નિશ્ચય સ્વીકારેલો છે. એક જ વંશના ઉત્તરોત્તર જૂદા જૂદા લેખમાં કેટલાક વંશવર્ણનવિભાગ સામાન્ય મળી આવે છે તે ફરી ફરી આખે છાપવાને બદલે માત્ર એક વાર છાપી બીજામાં પાઠફેર બતાવે એમ ધારણું હતી, પણ તેમ કરવામાં અક્ષરાન્તરવિભાગ ઘણો કિલષ્ટ, નેટથી ભરપૂર અને ત્રુટક થઈ જાય છે. તેથી મળી શકયા મુજબ અક્ષરાન્તરવિભાગ બધી જગ્યાએ સંપૂર્ણ જ મૂકવામાં આવેલ છે. પારિભાષિક શબ્દ લેખકેએ આપેલા અર્થ સહિત તેમ જ સ્થળ અને દેશનિર્દેશ કરનારાં નામો પણ લેખકેની ટીપ સહિત આપેલાં છે. આવા શબ્દોના અર્થ શોધવાના તેમ જ સ્થળ વિગેરેને નિર્ણય કરવાના જાદા જાદા પ્રયાસ થએલા છે. પણ હવે આખો એકંદર આ સંગ્રહ છપાયા બાદ બધા શબ્દ તેમ જ રથળે માટે એકહથ્થુ પ્રયાસ કરી, એક ગ્રંથના રૂપમાં પ્રસિદ્ધ કરવાની જરૂર હરકેાઈને જણાશે. કેઈ સાક્ષર તે કામ ઉપાડી લે તે તે સર્વથા ઈષ્ટ છે. તેમ નહીં થાય તે નિવૃત્ત થયા બાદ હાથ ધરવાનાં કાર્યોની ટીપમાં મેં તે ઉમેરી રાખેલ છે, પણ તે અભિલાષા પાર પાડવી તે પ્રભુના હાથમાં છે. આ મિ. વ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 396