Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 03
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
પ્રકરણ ૧૦
કવિ દલપતરામ હસ્તલિખિત પુસ્તક સંગ્રહ
“પ્રાચીન કાવ્યને શોધ કરી તેમને મદદ કરવાને વિચાર ભાર મનમાં દઢ થવાનું એક કારણ એ બન્યું કે જૂનાં પુસ્તકો, લેખ પત્રોને. દહાડે દહાડે નાશ થતે મારા જાણવામાં આવ્યો. મારા પિતાના શેખની ખાતર હું આવી બાબતેને શોધ કરતે હતે દરમિયાન આ રાજ્યમાં આવેલાં જૂનાં મકાન વગેરે તજવીજ કરવાનું કામ શ્રીમંત મહારાજા સાહેબ તરફથી મને સુપરત થયું એટલે એ વિશે વધારે લક્ષ આપવાનું બની આવ્યું. કાળ જેમ વસ્તુ માત્રનો લય કરે છે તેમ અવિચારી લોકે તેને પુષ્ટિ આપતા હોય એમ દેખાય છે, આ પ્રમાણે ઉપયોગી ફરીથી ન મળી શકે એવી અસંખ્ય વસ્તુઓ જગતમાંથી નાશ પામી છે ને પામે છે. પરંતુ ચાલુ પ્રકરણને સંબંધે જે કહેવાનું છે તે આ છે –
પ્રાચીન કાવ્ય પ્રકટ કરવામાં સાહ્યક શાસ્ત્રી નાથાશંકર એકવાર બજારમાં જતા હતા, તે સમે કઈ ગાંધીએ એક જીર્ણ થઇ ગએલું ને તળે ઉપરનાં થોડાં પાનાં ફાટેલાં એવું લખિત પુસ્તક કઈ પાસેથી પૈસાનું બશેર લેખે ખરી. ગાંધીને તે ખરીદ કરવાનો હેતુ શું હશે તે સર્વ કઈ જાણે છે. પાનાં ફાડી ફાડીને તેનાં પડીકાં વાળવા સારૂં તેણે એ પુસ્તક લીધું. શાસ્ત્રીએ નજીક જઈ તે પુસ્તક જોવા માગ્યું. વાંચી જોતાં તે કવિતાનું પુસ્તક માલમ પડયું પરંતુ આગળ પાછળનાં પાનાં ફાટેલાં હોવાથી તે કોનું રચેલું ને શા વિષેનું છે તે સમજાયું નહીં. તે પણ આવા કવિતાના જૂના પુસ્તકને પડીક વાળવા કરતાં કંઈ પણ સારો ઉપયોગ થવો જોઈએ જાણું ગાંધીની પાસેથી તે માગી લીધું. તજવીજ કરતાં તે પ્રેમાનંદકત લક્ષ્મણાહરણ નીકળ્યું !”
પ્રાચીન કાવ્ય ત્રૈમાસિક, સન ૧૮૮૫, અંક ૪. મુદ્રણ યંત્રએ આજકાલ પુસ્તકની રેલછેલ કરી મૂકી છે અને જનતાને વાચન સાહિત્ય પૂરું પાડી, જે કઈ ઈચ્છે એવું પુસ્તક તેણે સુલભ કર્યું છે. અગાઉ એવી સવડ આપણે અહિં નહોતી. ગણત્રીબંધ પુરુષો જ પુસ્તકને લાભ મેળવી શકતા; કાં તે તે પુસ્તકની જાતે નકલ કરી લેઈને વા તે પ્રત કોઈની પાસેથી પ્રાપ્ત કરીને. તે સમયે રાજા