Book Title: Granth Ane Granthkar Pustak 01
Author(s): Hiralal Tribhovandas Parekh
Publisher: Gujarat Varnacular Society

View full book text
Previous | Next

Page 3
________________ ગ્રંથ પરિચય ગ્રંથ અને ગ્રંથકાર એ પુસ્તકના પ્રકાશનનું પ્રયોજન બતાવવાની ભાગ્યે જ જરૂર હોય. પ્રસ્તુત પુસ્તકની યોજના ગુજરાત વર્નાક્યુલર સોસાઈટીએ કરી ત્યારે એમાં છબીઓ આપી એને વધારે સુશોભિત કરવાને ઈરાદો હતો, પરંતુ એ જને અમલમાં નથી મૂકી શકાઈ તે અમારી દિલગીરી છે. પૂરતી છબીઓ મળી શકી નથી, એ અને બીજા કારણોથી આ વર્ષ એ બાબત પડતી મૂકી છે. હવે જ્યારે નવેસરથી એ પુસ્તક છપાશે ત્યારે એ ધારણું પાર પડશે એવી ઉમેદ છે. સદરહુ પુસ્તકની ઉપયોગિતા દેખીતી છે. ગુજરાતી સાહિત્ય અત્યારે એટલી કક્ષાએ પહોંચ્યું છે કે તેના શિષ્ટ ગ્રંથ-ગ્રંથકારોનો પરિચય આવકારદાયક થઈ પડે. આવી એકત્રિત કરેલી માહિતીની કીમત હાલ કરતાં ભવિધ્યમાં અનેકગણું વધી જવા સંભવ છે. અમુક નાટક પ્રેમાનંદનાં કે નહીં એવા સંશયગ્રસ્ત ને પાછળથી ઉભા ન થાય એ કાર્ય આવું પુસ્તક કરી શકે. જુના વખતના એટલે સો વર્ષ પૂર્વે લખાએલા ગ્રંથો કેટલાક નાબૂદ થઈ ગયા છે, તેમનાં નામ અને તેમના કર્તાઓનાં નામ શિષ્ટ સાહિત્યમાંથી લગભગ નષ્ટ થઈ જવા આવ્યાં છે. પ્રાચીન કાળના હસ્તલિખિત ગ્રંથ પરથી કર્તાનાં નામ શોધવાં, તેની સાલ કાઢવી વગેરે મુશ્કેલીઓ નવા જમાનામાં જણાતાં તેના નિવારણ તરીકે પ્રસ્તુત પુસ્તક જેવાં પુસ્તક પાછળના જમાનાને માહિતીનું આધારભૂત સાધન પૂરું પાડે એવો સંભવ છે. સાહિત્યમાં આગળ વધેલા બધા દેશમાં આ પ્રકારની સાધન સામગ્રી જોવામાં આવે છે, અને તેને પ્રતિદિન વધારેને વધારે સમૃદ્ધ કરવાના પ્રયત્ન કરવામાં આવે છે. ગુજરાત વર્નાક્યુલર સોસાઈટીએ આ પુસ્તક માત્ર આરંભ રૂપે જ પ્રકટ કર્યું છે. ઘણા ગ્રંથકારે તેમાં રહી ગયા હશે. તે સર્વેને સોસા ઈટીનું જાહેર આમંત્રણ છે કે તેઓ કૃપા કરી પોતાની તરફથી હકીકત મોકલી આપે જે નવીન આવૃત્તિમાં દાખલ થઈ શકે. આવું પુસ્તક પ્રતિ વર્ષે નહીં તે બે ત્રણ વર્ષે નવું પ્રકટ થાય એ ઈષ્ટ છે. તે જ પ્રગતિમાન સાહિત્યની સાથે સાથે એ માહિતી સંપૂર્ણ રહી શકે. વિદ્યમાન ગ્રંથકારને આમાં પરિચય છે. એ હકીકત તેમના પિતાના તરફથી મંગાવેલી અને પુરી પાડેલી હોવાથી ઘણે ભાગે માત્ર bare facts જ મોકલવામાં આવે એ સ્વાભાવિક છે. બીજાના મુખમાં શેભે એવી

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 286