Book Title: Girnar Bhakti Triveni Sangam
Author(s): Hemvallabhvijay
Publisher: Girnar Mahatirth Vikas Samiti

View full book text
Previous | Next

Page 204
________________ || ૨૦3 ગિરનાર મહાતીર્થની ૯૯ યાત્રાની વિધિ શ્રી ગિરનાર મહાતીર્થ જયાં પૂર્વે અનંતા તીર્થંકરોના અનંતા કલ્યાણક, વર્તમાન ચોવીશીના બાવીશમા બાલબ્રહ્મચારી નેમનાથ પરમાત્માના દીક્ષા-કેવળજ્ઞાન અને મોક્ષ કલ્યાણક દ્વારા આ પુનિતભૂમિ પાવનકારી બનેલ છે. વળી જ્યાંથી આવતી ચોવીશીના ૨૪ તીર્થકરો મોક્ષે જવાના છે એવા આ મહાતીર્થની ૯૯ યાત્રાની વિધિ માટે શાસ્ત્રોમાં વિશેષ કોઈ ઉલ્લેખ આવતો નથી. પરંતુ પશ્ચિમ ભારતમાં વર્તમાન ચોવીસીના તીર્થંકરોના માત્ર આ ત્રણ કલ્યાણકો જ થવા પામ્યા હોવાથી તે મહાલ્યાણકારી ભૂમિના દર્શન-પૂજન અને સ્પર્શ દ્વારા અનેક ભવ્યજનો આત્મકલ્યાણની આરાધનામાં વિશેષ વેગ લાવી શકે તે માટે પુષ્ટ આલંબન સ્વરૂપે ગિરનાર ગિરિવરની ૯૯ યાત્રાઓનું આયોજન કરાય છે. * વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને નીચે મુજબ યાત્રા કરી શકાય. જ ગિરનારના પાંચ ચૈત્યવંદન તથા ૯૯ યાત્રાની સમજ :(૧) જયતળેટીમાં (૨) તળેટીમાં પાંચ પગથિયે નેમિનાથ પરમાત્માની ચરણપાદુકા સન્મુખ. પછી યાત્રા કરી દાદાની પ્રથમ ૨૦3 |

Loading...

Page Navigation
1 ... 202 203 204 205 206 207 208