Book Title: Ghogha Tirth Itihas
Author(s): Kala Mitha Pedhi Ghogha
Publisher: Kala Mitha Pedhi Ghogha

View full book text
Previous | Next

Page 19
________________ (શ્રી ઘોઘા તીર્થ ઈતિહાસ) | નવખંડા પાર્શ્વનાથ ભગવાનના જિનાલયના રંગમંડપ નીચે એક ભોંયરૂ નીકળેલ | જેમાંથી અસંખ્ય પ્રતિમાજી નીકળેલ હતી. હાલ પણ તે પ્રતિમાજી ભોયરામાં છે. શ્રી ઘોઘા એવું મોટું નગર હતું કે જ્યાં ૧૦૮ કુવા હતા જે હાલ જાજા કુવા નામે ઓળખાય છે. ઉપરાંત સોનારીયા તળાવ, સગતળાવ અને આલાહર નામે આજે પણ છે. સોનારીયા તળાવ માટે કહેવાય છે કે તાંબાના પતરાથી તળીયું બનાવી તળાવ પ બનાવવામાં આવેલ હતું. નજદીકમાં આવેલ પીરમબેટ છે. તેની નજદીકથી માછીમારની 1 I જાળમાં સુખડના પ્રતિમાજી ૧૦ વર્ષ પહેલા જ મળેલ હતા. જે પ્રતિમા હાલ ભાવનગર કૃષ્ણનગરના જિનાલયમાં બિરાજમાન છે. જેથી કહી શકાય કે પીરમબેટ પાસેના સમુદ્રના / તળીયે હજુ પણ ઘણાં પ્રતિમાજી હોય શકે : પૂ. ગુલાબ વિજયજી મ.સા.ના ચાતુર્માસ ઘોઘામાં ઘણા થયેલ, અને કાળધર્મ પણ : ઘોઘામાં જ પામ્યા. શ્રી ગુલાબ વિજયજી મ.સા.ની પ્રેરણાથી જ નૂતન ઉપાશ્રય બાંધવામાં 1 આવેલ હતો. શ્રી ગુલાબ વિજયજી મ.સા.ની અસીમકૃપા ઘોઘા તીર્થમાં હતી તેથી તેમનું મંદીર બનાવી મૂર્તિ પણ સ્થાપીત કરેલ છે. | હાલમાં ઘોઘામાં આવેલ મચ્છીવાડામાં વર્ષો પૂર્વે અસલ દિગમ્બરનું જીનાલય હતું પરંતુ અન્યધર્મી રાજાઓએ આ જીનાલયનો વિચ્છેદ કરી ત્યાં પીરની દરગાહ બનાવી | દીધી, એ મસ્જિદની બાંધણી કરી, પરંતુ તેના ઘુમ્મટ જૈન દેરાસરના હોય તેવા આજે પણ છે. અને ત્યાં ભોયરૂં હતું જે ગીરનારમાં નીકળતું હતું તેમ કહેવાય છે. આ ભોયરૂં I પથ્થરથી ઢાંકી દેવામાં આવેલ છે. IT વિ.સં. ૧૬૫૧માં અકબર પ્રતિબોધક જગદગુરૂ શ્રી હીરવિજયસૂરિશ્વરજી મ.સા. , I પાટણથી મોટો સંઘ લઈને પાલિતાણા ગયેલ, ત્યારે તેની સાથે ઘણા સંઘ જોડાયેલ તેમાં | શ્રી ઘોઘાનો સંઘ પણ જોડાયેલ હતો, જેની નોંધ મળે છે. . આ ઉપરાંત ઘોઘા તીર્થમાંથી ઘોઘાવાસી શ્રેષ્ઠીવર્યોએ શ્રી સંઘ કાઢેલ જે નીચે પ્રમાણે છે. : ૧) વિ.સં. ૧૪૩૦માં શ્રી વીરા અને શ્રી પૂર્ણાનામના શ્રાવકોએ શત્રુંજય તથા : ગીરનારનો સંઘ કાઢેલ. i૨) શ્રી હીરાલાલ રામચંદ શેઠ – પાલીતાણાનો સંઘ ૩) શ્રી હરકોર અને માણેકબહેન - પાલીતાણાનો સંઘ * ૪) શ્રી રામચંદ લલ્લુભાઈ – પાલીતાણાનો સંઘ વ ૫) શ્રી ઉક્કડભાઈ ભાણજી - પાલીતાણાનો સંઘ ) શ્રી કાંતિલાલ વિઠ્ઠલદાસ – પાલીતાણાનો સંઘ ૭) શ્રી ભુપતરાય રતિલાલ પારેખ, શ્રી હર્ષદરાય ચુનીલાલ શાહ, શ્રી રમેશચંદ્ર , છબીલદાસ ઝવેરી (પાટણવાળા) તા. ૬-૧૨-૯૫. પાલીતાણાનો સંઘ સૌજન્ય : શ્રી બળવંતરાય કાંતિલાલ પરિવાર - ૧૭] T | | T TL Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28