Book Title: Europiya Prajana Acharanno Itihas Author(s): Narbheshankar Pranjivan Dave Publisher: Gujarat Varnacular Society View full book textPage 8
________________ મૂળ–ગ્રંથકારની પ્રસ્તાવના. "" નૈતિક ધરણ અને નૈતિક નમુનામાં જે જે પરિવર્તને થયાં છે તેમની સાથે નીતિના ઈતિહાસકારને મુખ્યત્વે કરીને કામ છે. જૂદા જૂદા જમાનામાં સ્વીકૃત સદાચારોને જેટલે અંશે આદેશ હોય અને તેમને આચરણમાં મૂકાયા હોય તે જોવું એ અર્થ હું નૈતિક ધરણને સમજું છું. અને જૂદા જૂદા જમાનામાં જૂદા જૂદા સદાચારોને જે સાપેક્ષ અગત્યતા અપાઈ હોય તે, નૈતિક નમુનાને અર્થ હું સમજું છું. દાખલા તરીકે, પ્લિનિના જમાનાને રેમન, આઠમા હેનીના જમાનનો અંગ્રેજ, અને હાલના જમાનાને અંગ્રેજ એ બધા કબુલ કરશે કે દયામાં સદાચાર છે, અને તેથી ઉલટા ગુણમાં દુરાચાર છે. પરંતુ અમુક કાર્યો દયાળુ છે કે કેમ ? તે સબંધી તેમના અભિપ્રાય ઘણું જૂદા જૂદા પડશે. ક્લિનિના સમયને રેમન તરવારના પ્રાણઘાતક બેલેમાં ઘણો આનંદ માનશે, પણ તે ખેલેને યુકર રાજાઓના સમયને પણ અંગ્રેજ ઘાતકી ગણશે; પણ આ અંગ્રેજ એવી બીજી ઘણી રમતોને સારી ગણશે, પણ તેજ રમતોને હાલન અંગ્રેજ કેવળ વખોડી કાઢશે. આમ સિદ્ધાંતમાં તે દયા સારી જ રહે છે, પણ તેનું ધોરણ જમાને જમાને બદલાતું જાય છે. ઉપરાંત અમુક સદાચારોને સર્વોત્તમ ગણવાની બાબતમાં પણ નિરંતર ફેરફાર થયાં કરે છે. સ્વદેશાભિમાન, પાતિત્ય, ઉદારતા અને દીનતા–આમાંથી દરેક કોઈ ને કઈ જમાનામાં અતિ અગત્યના અને સર્વોત્તમ સદાચાર તરીકે આગળ લાવવામાં આવ્યો છે અને સગુણ વર્તનના પાયાભૂત ગણાય છે, અને બીજા જમાનામાં તેને ગણ ગણી પાછળ રાખવામાં આવ્યો છે. સૈનિક સદાચાર, પ્રેમાળ સદાચાર, અને ધાર્મિક સદાચાર ભિન્ન ભિન્ન સમુદાય બને છે, અને જુદે જુદે સમયે તેમને જુદા જુદા અંશમાં અગત્યત: અગઈ છે. નૈતિક નમુનાનાં આ પરિવર્તનનાં પ્રકૃતિ, કારણ અને પરિણામ તપાસવાં એ ઈતિહાસની અતિ અગત્યની એ શાખાનું કામ છે.Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 492