Book Title: Drudh Samyaktvi Chandralekha Author(s): Suryodaysuri Publisher: Nemi Vigyan Kastur Smarak Trust Ahmedabad View full book textPage 8
________________ ૧. પોપટ મેના યુગલ Jain Education International પક્ષી મીઠું બોલે તોય ગમે છે તો માણસ મીઠું બોલે તો કેવું ગમે ? પણ આપણે તો કડવાશ ભરીને બેઠા છીએ. પછી બીજાને કચાંથી ગમીએ ? ગૌતમસ્વામીના રાસમાં કહ્યું છે કે "જિમ ઉત્તમ મુખ મધુરી ભાષા.” ઉત્તમના મુખમાં મધુરી ભાષા હોય. ઉત્તમ બનવું હોય તો અને બીજાને ગમીએ તેવા થવું હોય તો મધુર અને હસતે મોઢે બોલવું. યુગલ મધુર સ્વરે બોલી રહ્યું છે. એ સાંભળી વિદ્યાધરને થયું કે, 'આ બન્નેને ઘેર લઈ જાઉં ! આવા સુંદર પક્ષીઓ ઘરમાં હોય તો કેટલું સારું ?’ 'સારું એ મારું' એ જેમ માનો છો તેમ 'સારી વાત પણ મારી' એવું માનજો. વિદ્યાધરે પોપટ-મેનાને હસ્તગત કર્યા. મલયાચલથી વૈતાઢય પર્વત પર લઈ ગયો. બન્નેને રહેવા માટે રત્નજડિત પાંજરું બનાવ્યું. પછી બન્નેને મનુષ્યની ભાષા શીખવાડી. સંસ્કૃત-તત્ત્વજ્ઞાન-ષગ્દર્શન અને સધળી ય કળાઓનો અભ્યાસ કરાવ્યો. જ્યાં જાય ત્યાં બન્નેને સાથે જ લઈ જાય. સ્ત્રી-પરિવાર પ્રત્યે જેટલી મમતા નથી તેટલી પોપટ-મેના પ્રત્યે થઈ ગઈ છે. પાંજરું જીવની જેમ સાથે રાખે છે. બન્નેને ખૂબ સાચવે છે. ખવડાવે-પીવડાવે-નવડાવે-આનંદ પ્રમોદ કરાવે છે. તીર્થયાત્રામાં પણ લઈ જાય છે. For Private & Personal Use Only 2 www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44