Book Title: Dropadi Swayamvaram
Author(s): Jinvijay, Shantiprasad M Pandya
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
પ્રસ્તાવના
१७
સાથે સાથે આ પ્રસંગ પ્રતિપક્ષના જુદા જુદા માંધાતા દુર્ગંધન ક, દુ:શાસન, રાષ્ટ્રનિ અને શિશુપાલ વગેરેની ચરિત્રગત નિબળતાને અત્યંત લાવવથી અભિવ્યક્ત કરે છે, એટલે પાત્રાલેખનના વિના ઉદ્દેશ કુશળતાપૂર્વક પાર પડયો છે. દ્રૌપદીનું આગમન દુર્યાવન, શિશુપાલ વગેરેના ચિત્તમાં જે તરગા ઉત્પન્ન કરે છે એને કાવ્યમય વાણીમાં અભિવ્યક્ત કરવામાં કવિ સફળ થયા છે. કવિની કાવ્યશક્તિનો ઉન્મેષ અને લાધવ આ રીતે ખાસ નોંધપાત્ર બની રહે છે. સ્વયંવરના પ્રારંભમાં કવિ ઇન્દુમતી સ્વયંવરનો ખાસ ઉલ્લેખ કરે છે. તે પરથી કહી શકાય કે કવિએ રઘુવંશના છઠ્ઠા સĆના ઇન્દુમતી સ્વયંવર વાંચ્યા હો. જોકે ત્યાં પ્રાપ્ત થાય છે તેવુ. રાજાએનુ વહૂન કરવાના મેહમાં કવિ પડયા નથી, કોઈ પણ કવિને કાવ્યપ્રસ્તાર કરવાની લાલચ થાય તેવા આ પ્રસંગમાં કવિએ જે લાઘવથી કામ લીધુ છે તે એમની વિશેષ પ્રકારની નાટયમૂઝ દર્શાવે છે. જો કે ‘નવિલાસ’માં દમયંતી જે રીતે અન્ય રાજાઓને પરિહાર કરે છે એ જ રીતે અહીં દ્રૌપદી પણ અન્ય રાજવીએ પરિહાર કરતી આગળ વધે છે એટલે કવિ રામચદ્રની આ કવિ ઉપર અસર પડી હોય એવુ અનુમાન કરવાનું પ્રાપ્ત થાય છે પણ એકદરે એમ કહી શકાય કે કવિ પૂર્વાંસૂરિઓથી પ્રભાવિત થયા હોવા છતાં નાટ્યલેખનમાં એમણે એમનું નિજી તત્ત્વ જાળવી રાખ્યુ છે.
મહાભારતની દ્રૌપદીસ્થય વરકથા :
મહાભારતના આદિપના ૧૭૪મા અધ્યાયથી ૧૮૮મા અધ્યાયમાં દ્રૌપદી સ્વયંવરની કથાનુ આલેખન છે. એ ભાગ દ્રૌપદી સ્વયંવર પર્વ તરીકે ઓળખાય છે. એમાં ૧૭૫મા અધ્યાયથી ૧૮૧મા અધ્યાય સુધી દ્રૌપદીસ્વયં વરતે લગતી હકીકતાનું નિરૂપણ છે અને તે પછી દ્રૌપદીની પાંચ પતિની સમસ્યાનું મહર્ષિ વ્યાસે કરેલું સમાધાન વગેરે વિગતેનુ નિરૂણ છે.
પાંડવા ધૌમ્ય મુનિને એમના પુરોહિત આગળ કરીને પાંચાલ દેશમાં દ્રૌપદી સ્વયંવરમાં હાજરી આપવા જાય છે. દ્રૌપદી પાંડવાની પત્ની થશે એવી આગાહી કરનાર મહર્ષિ વ્યાસના એમને રસ્તામાં મેળાપ થાય છે. મહર્ષિ વ્યાસ એમને સાંત્વન આપે છે. પછી દ્રુપદની સ્કન્ધાવાર નગરીમાં પહોંચી, એક કુંભારને ત્યાં ઉતારો કરી પ્રચ્છન્ન વેશમાં ભિક્ષા માંગતા તે દિવસ પસાર કરતા રહ્યા.