Book Title: Dravya Saptatika Granth
Author(s): Lavanyavijay Gani, Nirupamsagar
Publisher: Jain Shwetambar Sangh Pedhi

View full book text
Previous | Next

Page 395
________________ [ ૧૪૫ આપવામાં આવે, તો તે આપનાર અને લેનાર બન્નેયનું આપેક્ષિક પતન–ન સમજાય તે રીતેથતું હોય છે. યાંત્રિક ઉદ્યોગોથી બહારથી સમૃદ્ધિ વધતી દેખાવા છતાં આંતરિક રીતે આર્થિક વિષમતાની સારી કેટલી બધી ઉંડે ઉતરતી જાય છે ? જેથી માનવેતરનું પણ માનવને વાપરવા વખત આવતા જાય. એટલે, કુતરા, માછલાં, કબુતર, કીડી, પશુ, વિગેરે માટેના ફડે મનુષ્યના ઉપયોગમાં લેવા, એ સીધી રીતે જ માનવોને પતન તરફ ધકેલવા બરાબર છે. ભલે, ક્ષણિક ઉન્નતિ દેખાતી હોય. પરંતુ તે અનુબંધે ભયરૂપ બની રહેતું હોય છે. માનવ બીજાને આપે, તેને બદલે માનવ બીજાનું લે, એ પ્રજાની આર્થિક સ્થિતિની કેટલી બધી આંતરિક વિષમતા થઈ ગણાય ? એ પણ ખુલ્લું જ પતન દેખાય છે ને? તેમાંયે શહેરી–નાગરીક-સગૃહસ્થ કક્ષાના માનો માટે તો તેવા ધન વિગેરેનો ઉપયોગ યોગ્ય જ કેમ હોઈ શકે? કેમ યોગ્ય ગણી શકાય ? હા ! એવા પણ માનવ હોય, કે જે તેવા ધનથી પણ પિતાનું પોષણ કરવામાં દેષ ન માનતા હોય, તેવા પામર જીવોની દયા ખાવી, કેમ કે તેમાં તેમનું પણ અજ્ઞાનતા વિગેરેથી માનસિક પતન થયેલું હોય છે. તેથી તેના દાખલા ન લેવાય. તેના અભિપ્રાયને સ્થાન ન અપાય. અને આવા અનેક પ્રશ્નો ચર્ચાય છે. ને નવા નવા ઉપસ્થિત થતા જાય છે. કેમ કેએક તરફ બહારથી ધન ખૂબ આવે છે. દેશમાં ઉત્પન્ન થતું ધન અમુક જ તરફ ખેંચાઈ જાય છે. તેથી પ્રજાના મોટા ભાગના ધનનું શોષણ થતું રહેવાથી એક તરફ ગરીબી અને બેકારી વધવાને સકંજો વિદેશી ગોઠવતા ગયા છે. તેથી ઘણું અજાણુ ભાઈએ, તેવા ભાઈઓ માટે ધાર્મિક ધન વપરાવવા તરફ ઢળતા જાય છે. તેમ તેમ શોષણ વધતું જાય છે. આ પ્રત્યક્ષ પતન માટે અહિં અતિસંક્ષેપમાં કેટલાંક સામાન્ય નિર્દેશ કરેલા છે. છતાં, આ બાબતમાં વિશિષ્ટ જ્ઞાની મહાત્મા સંત પૂજ્ય ગુરુ મહારાજાએ જે ગ્યાયેય ફરમાવે, તેની સામે અમારે કાંઈ કહેવાનું નથી. પરંતુ કેટલાક બાળજીવો વગર વિચાર્યે એકાએક પિતાની મતિથી આડાઅવળા ન દેરવાઈ જાય, માટે “આ વિચારણીય બાબત છે, મનમાં ફાવે તેમ કરવાની બાબત નથી.” આ મહત્ત્વનો મુદ્દો ખ્યાલમાં રહે, માટે આટલું વિચારવામાં આવેલું છે. સંપાદક. ] ૨૪ નિશ્રા કરતી વખતે [ નિશ્રા કરનારની જુદી જુદી સંક૯૫–સમજ–ને લીધે, અથવા નિશ્રા કરવાના જુદા જુદા વિષય-વાપરવાના ક્ષેત્રે-દરેકને જુદા જુદા ભેદથી)–પિતાની બુદ્ધિથી સમજવા, અને કાર્યકાળ એટલે વાપરતી વખતે–પ્રાયઃ વાપરવાની જુદી જદી સમજને લીધે, અથવા વાપરવાના જુદા જુદા વિષયે હોવાથી, દરેકને પિતાની બુદ્ધિથી જુદા જુદા સમજવા. આ ભાવાર્થ છે.] [તેથી, ભાવાર્થ એ સમજાય છે, કે-“એક ભાઈ પાસે દશ રૂપિયા છે. તે પોતાના આત્મકલ્યાણ માટે સુપાત્રક્ષેત્રમાં ધનને ખર્ચ કરીને લાભ લેવા ઈચ્છે છે. તે ૫ રૂપિયા દેવદ્રવ્યની ભક્તિમાં ખર્ચવા ઈચ્છે છે. ૨ રૂપિયા જ્ઞાનની ભક્તિમાં, ૨ રૂપિયા ગુની ભક્તિમાં અને ૧ રૂપિયો અનુકંપામાં ખર્ચવા ઇચ્છે છે. તેના ગજવાની રકમ તો એક જ છે. ત્યારે એકને દેવદ્રવ્ય કહેવું, બીજાને જ્ઞાનદ્રવ્ય કહેવું, ત્રીજાને ગુદ્રવ્ય કહેવું, ચોથા ભાગને અનુકંપાદ્રવ્ય કહેવું. એ શા આધારે ? ૧૯

Loading...

Page Navigation
1 ... 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432