Book Title: Dravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
દ્રવ્ય-ગુણ-પથાર્યનો રાસ + ટબો (૧૬/૭)].
પ૭૧
ka
વિજ્ઞસ્વરૂપ બને છે. એ લાલ, પીળા અજવાળા વગેરેથી સાધકને વિસ્મય થાય, આશ્ચર્ય થાય એ વ્યામોહ છે. લબ્ધિ, શક્તિ વગેરે મળવાથી અહંકાર વગેરે ઉત્પન્ન થાય એ પણ એક જાતનો વ્યામોહ જ છે. આ રીતે વિશ્રાંતિસ્થાનો ચિત્તમાં વ્યામોહ પેદા કરીને ગ્રંથિભેદના પ્રયત્નમાં વિઘ્નરૂપ બને છે.
| રણ ગ્રંથિભેદના અન્ય વિપ્નોને ઓળખીએ છે ગ્રંથિભેદ માટે જરૂરી ધ્યાનાદિ કરવાના સમયે (૧) ઊંઘ આવે, (૨) ઝોકા આવે, (૩) ધ્યાનાદિ માટેનો ઉત્સાહ ન જાગે, (૪) આળસ અને (૫) પ્રમાદ આવે. (૬) ધ્યાનાદિ કરવાથી શું વળે? ધ્યાનમાં રહેવાથી સમય આમ ને આમ પસાર થઈ જાય છે અને વળતર કશું મળતું નથી. મારો ભણવાનો સમય આમાં બગડે છે. ધ્યાન આદિથી મને શું લાભ થવાનો ?' - આવી અશ્રદ્ધા જાગે. (૭) ધ્યાનાદિની સાધનામાં મગજ બહેર મારી જાય, મન મૂઢ બને. ધ્યાનમાં શું કરવું અને કેવી રીતે કરવું ? તેની કશી ગતાગમ જ ન પડે. આથી અંતરંગ સાધના આગળ જ ન વધે. આ બધા પણ ગ્રંથિભેદના અંતરંગ પ્રયત્નમાં વિઘ્નરૂપે જાણવા. જેમ વિદ્યાસિદ્ધિના સમયે ઢગલાબંધ વિદ્ગો વિદ્યાસાધક સમક્ષ હાજર થાય, તેમ ગ્રંથિભેદના અવસરે અનેક પ્રકારના વિદ્ગો સાધકની સામે ઉપસ્થિત થાય છે. વિશેષાવશ્યકભાષ્ય મુજબ આ બાબત જાણવી.
(૮) તે જ રીતે ગ્રંથિભેદ માટે અંતરંગ સાધનામાં કાળવિલંબ કરવાનું મન થાય તે પણ અહીં વિપ્ન જાણવું. “આજે નહિ, કાલે ધ્યાન કરશું. હમણાં નહિ, પછી સાધના કરશું' - આવો કાળવિલંબ દઈન પણ ગ્રંથિભેદમાં વિઘ્નરૂપ બને છે. (૯) ગ્રંથિભેદ માટે જરૂરી અંતરંગ પુરુષાર્થમાં અનાદરનો ભાવ, ,, (૧૦) અરુચિ-અણગમો એ પણ વિઘ્ન બને. (૧૧) અંતરંગ ઉદ્યમ કરવામાં ખેદ આવે, (૧૨) ઉગ જાગે તે પણ ગ્રંથિભેદ સાધનામાં એક પ્રકારનું વિઘ્ન જ જાણવું. (૧૩) ધ્યાન વખતે સ્વાધ્યાય , વગેરેમાં મન જાય તે ક્ષેપ-વિક્ષેપ પણ અહીં વિઘ્ન બને. (૧૪) ધ્યાન-કાયોત્સર્ગાદિમાં મન ચોટે જ નહિ. બીજે બધે ભટકતા ચિત્તનું ઉત્થાન વગેરે પણ ગ્રંથિભેદમાં વિઘ્નરૂપ જાણવા.
છે તે કાઠિયાની સઝાયને ન ભૂલીએ છે એ જ રીતે (૧૫) દેવ-ગુરુની નિંદા-અવર્ણવાદ-આશાતના તથા (૧૬) બીજા પાસે ધર્મી -સાધક-યોગી તરીકે પોતાની છાપ ઉપસાવવા માટે બીજાને ખબર પડે તેવા સમયે ધ્યાનાદિ કરવા, બાકી ન કરવા... આવી માયા-દંભ-કપટ પણ ગ્રંથિભેદકારક તાત્ત્વિક સાધનામાર્ગમાં વિઘ્નરૂપ બને છે.
(૧૭) નાની-નાની બાબતમાં ક્રોધ-રોષ-રીસની ટેવ પણ આ માર્ગમાં અવરોધક છે.
(૧૮) કૃપણતા-લોભ-કંજૂસાઈના લીધે પણ ચિત્ત બાહ્ય પદાર્થમાં જ અટકેલું રહે. તેના લીધે પ્રભુમાં, પ્રભુના નિષ્કષાયસ્વરૂપમાં, નિજ શુદ્ધ ચૈતન્યસ્વરૂપમાં ચિત્ત ચોટે જ નહિ, ધ્યાન થાય જ નહિ.
(૧૯) ચોર, માંદગી, અપયશ, અકસ્માત, ધરતીકંપ, મૃત્યુ વગેરેના ભયથી મન ઘેરાયેલું જ રહેતું હોય તો પણ ગ્રંથિભેદની સાધનામાં મન ન લાગે.
(૨૦) ઈષ્ટવિયોગ, અનિષ્ટસંયોગ, મોટું નુકસાન વગેરેનો ગાઢ શોક પણ અહીં વિઘ્ન બને છે.
(૨૧) પોતાનું મૂળભૂત શુદ્ધ સ્વરૂપ, કર્મજન્ય ઉપાધિઓ, શાસ્ત્રકારોનું તાત્પર્ય, ધર્મસાધનાનો મર્મ વગેરે બાબતની સાચી જાણકારી ન હોય તો પણ પારમાર્થિક રીતે મિથ્યાત્વ ઉખેડવાનું શરૂ ન થાય.
(૨૨) સ્ત્રીકથા, ભોજનકથા, દશકથા, રાજકથા, ચોરકથા વિગેરે વિકથાઓ, પારકી પંચાત,