________________
૨૧૮
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૫
ટબો ઃ
જે પ્રાણી જ્ઞાનરહિત છઈ-સ્વહિત દશા ચિંતન પરિહર્યો છે જેણે, અજ્ઞાનરૂપ જે હઠવાદ, તેહમાં-તે રાતા છઈ, એકાંતે સ્વાભિગૃહીત હઠવાદમાં રક્ત પરિણામી છઈ. બાહ્ય કપટ ક્રિયા કરીનેં અનેક લોકને રીઝવઈ, એહવા-જે થતિ-સાધુ, વેશધારીયા, ન હોઈ નિજમતને વિષે-તે જૈન મતનઈ વિષઈ, માતા ન હોઈ-પુષ્ટ ન હોઈ. ||૧૫/૩||
ગાથા-૩
ટબાર્થ ઃ
જે પ્રાણી જ્ઞાનરહિત છે=સ્વહિતની દશા ચિંતનનો પરિહાર કર્યો છે જેણે એવા પરિણામ છે જેને, અજ્ઞાનરૂપ જે હઠવાદ છે, તેમાં તેઓ રાતા છે=એકાંતે સ્વઅભિગૃહીત હઠવાદમાં રક્ત પરિણામવાળા છે, તેઓ બાહ્ય કપટ ક્રિયા કરીને અનેક લોકોને રીઝવે છે, એવા જે યતિ=સાધુ, વેશધારિયા, ન હોય નિજમતને વિશે અર્થાત્ તે જૈનમતને વિશે, માતા ન હોય અર્થાત્ પુષ્ટ ન હોય=જૈનમતને સેવીને જિનતુલ્ય થવાના યત્નવાળા ન થાય. II૧૫/૩/
ભાવાર્થ:
જેઓ સાધુવેશ લઈને કંઈક શાસ્ત્ર ભણ્યા છે પરંતુ સ્યાદ્વાદના પરમાર્થને સ્પર્શે તેવા જ્ઞાનથી વિકલ છે; છતાં ‘હું શાસ્ત્ર ભણ્યો છું' એમ માનીને સંયમની ક્રિયા માત્ર બાહ્ય આચરણાથી કરે છે, પરંતુ સ્યાદ્વાદનો મર્મસ્પર્શી બોધ નહીં હોવાથી સર્વજ્ઞનાં સર્વ વચનો અને સર્વ ક્રિયાઓ તત્ત્વને સ્પર્શીને જિનતુલ્ય થવા માટે કઈ રીતે માધ્યસ્થ્યભાવને ઉલ્લસિત કરે છે ? તેના પ૨માર્થને જેણે જાણ્યો નથી અને તેવા જાણનારા ગુરુને પરતંત્ર થવા પણ તત્પર નથી તથા સ્વમતિ અનુસાર સંયમની ક્રિયાઓના બાહ્ય આચારોને માત્ર જાણીને સંયમમાં યત્ન કરે છે, તેઓએ પોતાના હિતની દશાના ચિંતવનનો પરિહાર કર્યો છે. આથી જ અજ્ઞાનવાળા એવા પણ માતૃષ મુનિની જેમ જ્ઞાની ગુરુના વચનાનુસાર બહિરંગ અને અંતરંગ ઉદ્યમ કરવા તેઓ તત્પર થતા નથી; પરંતુ ખંડ ખંડ ભણીને “અમે હિત સાધી શકીએ છીએ” તે પ્રકારના અજ્ઞાનરૂપી હઠવાદમાં તેઓ રાતા છે. તેથી અંતરંગ પરિણામના દિશાશૂન્ય એકાંત સ્વઅભિગૃહીત હઠવાદમાં રક્ત પરિણામવાળા થઈને જે ક્રિયાથી વીતરાગતુલ્ય ભાવ ઉલ્લસિત થતા નથી તેવી બાહ્ય કપટ ક્રિયા કરીને અનેક લોકોને રીઝવે છે અર્થાત્ એવા મહાત્માઓ મહાતપસ્વી છે, મલિન વસ્ત્રો ધારણ કરનારા છે, નિઃસ્પૃહી છે ઇત્યાદિ તેઓની ક્રિયાથી ભાવિત થઈને અનેક લોકો તેમનાથી રીઝાય છે. વસ્તુતઃ જે બાહ્યક્રિયાઓથી મોહના ઉન્મૂલનને અનુકૂળ દિશાની સૂઝ મળતી નથી તેવી ક્રિયાથી તેઓ સંસારનો ઉચ્છેદ કરી શકે તેમ નથી, ફક્ત લોકોને રીઝવીને માન-સન્માન પ્રાપ્ત કરી શકે છે, એવા જે સાધુઓ વેશધારિયા છે, તેઓ જૈન મતમાં નથી=જૈન મતને સેવીને જિનતુલ્ય થવાનો યત્ન કરનાર નથી. તેથી તેવા સાધુઓથી જિનમત પુષ્ટ થતો નથી, માટે તેઓની અસાર ક્રિયા કલ્યાણનું કારણ નથી. II૧૫/૩॥