Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१३५४ ____द्रव्यार्थिक-पर्यायार्थिकयोः सम्यग्दृष्टित्वसाधनम्
० ९ /२४ ___ पर्यायास्तिकनये उपादेयक्षण एव उपादानध्वंस इति दण्डप्रहारादिजन्यः कपालकदम्बकलक्षणो घटध्वंसः हि प्रायोगिकः समुदयजनितः अर्थान्तरगमनस्वरूपः बोध्यः। एतेन “यदुत्पत्तौ कार्यस्य रा अवश्यं विपत्तिः सोऽस्य प्रध्वंसाऽभाव इति । यथा कपालकदम्बकोत्पत्ती नियमतो विपद्यमानस्य कलशस्य म कपालकदम्बकम्” (प्र.न.त.३/५७-५८) इति प्रमाणनयतत्त्वालोकालङ्कारसूत्रे व्याख्याते, पर्यायार्थिकनयतः - प्रायोगिकसमुदयजनिताऽर्थान्तरगमनलक्षणध्वंसपरतया तदुपपत्तेः। -- - -
ननु सम्मतितर्के “मिच्छद्दिट्ठी पत्तेयं दो वि मूलनया” (स.त.१/१३) इत्येवं द्रव्यास्तिक-पर्यायास्तिकनययोः प्रत्येकं मिथ्यादृष्टित्वोक्तेः तद्विषयस्य काल्पनिकत्वान्नैतत् कमनीयमिति चेत् ?
न, “यो नयोपयोगः स्वार्थे इतरनयार्थसंयोजनायां व्यापिपर्ति तस्य तावत्या अपेक्षया सम्यग्दृष्टित्वस्य यथाश्रुतार्थप्रवाहप्रवृत्तस्य तथोपयोगवैकल्येन मिथ्यादृष्टित्वस्य च सम्प्रदायसिद्धत्वात् । ततश्च प्रकृते ‘परिणामो रूपान्तरगमनमि'त्यादिलक्षणे द्रव्यास्तिकनयसम्मते अवस्थितद्रव्यपरिणामे विशिष्टरूपेणोत्पाद-भङ्गयोः पर्याय
અ પર્યાયાર્થિકસંમત વંસવિશેષનું ઉદાહરણ છે - (પ.) પર્યાયાસ્તિકમતે કાર્યક્ષણ એ જ કારણનો ધ્વંસ છે. તેથી દંડuહારાદિથી ઉત્પન્ન થયેલ કપાલસમૂહાત્મક જ ઘટધ્વસ સમજવો. તે પ્રાયોગિક સમુદયજનિત (અવયવવિભાગજનિત) અર્થાન્તરગમનસ્વરૂપ ધ્વંસ જાણવો. આવું કહેવાથી પ્રમાણનયતત્તાલોકાલંકારના બે સૂત્રની સ્પષ્ટતા થઈ જાય છે. ત્યાં શ્રીવાદિદેવસૂરિજીએ જણાવેલ છે કે “જેની (= Aની) ઉત્પત્તિ થતાં કાર્યનો (= Bનો) અવશ્ય વિનાશ થાય, તે (= A) કાર્યનો (= Bનો) પ્રધ્વસાભાવ કહેવાય. જેમ કે કપાલસમૂહની (= Aની) ઉત્પત્તિ થતાં અવશ્ય નાશ પામતા ઘડાનો (= Bનો) ધ્વંસ કપાલસમૂહ (= A) બને.' મતલબ કે
પર્યાયાર્થિકનયથી પ્રાયોગિક સમુદયજનિત અર્થાન્તરગમનસ્વરૂપ ધ્વંસનું નિરૂપણ કરવામાં તે સૂત્ર તત્પર છે. રીતે પૂર્વપક્ષ :- (ના) સંમતિતર્કપ્રકરણમાં જણાવેલ છે કે “દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક બે મૂલનય છે. પ્રત્યેક મૂલનય મિથ્યાદષ્ટિ છે. આ પ્રમાણે દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિક બન્ને નયને પ્રત્યેકને મિથ્યાષ્ટિ તરીકે જણાવેલ હોવાથી તેનો વિષય કાલ્પનિક સિદ્ધ થાય છે. તેથી દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયના અભિપ્રાયથી જે પ્રમાણે અહીં વિનાશનું પ્રતિપાદન કરેલ છે તે પણ મિથ્યા સિદ્ધ થાય છે.
8 બધા જ નચ મિથ્યા જ હોય તેવો એકાન્ત અમાન્ય 68 ઉત્તરપક્ષ :- (ન, “યો.) ના, તમારી વાત વ્યાજબી નથી. આનું કારણ એ છે કે તમને જૈન સંપ્રદાયના સિદ્ધાન્તની સાચી જાણકારી નથી. નયોપયોગ સમ્યગુદૃષ્ટિ પણ છે અને મિથ્યાષ્ટિ પણ છે. “જે નયનો જે ઉપયોગ પોતાના વિષયમાં અન્ય નયને સંમત એવા અર્થનું સંયોજન કરવામાં પ્રવૃત્ત થાય છે તે નયોપયોગ તે અપેક્ષાએ સમ્યગ્દષ્ટિ છે. તથા તે તે નયશાસ્ત્રમાં જે જે (કેવલ નિત્ય કે કેવલ અનિત્ય આદિ) અર્થ જે પ્રમાણે સાંભળેલા હોય તે પ્રમાણે જ તે અર્થનો સ્વીકાર કરવામાં પ્રવૃત્ત થયેલ નયોપયોગ અન્યન સાપેક્ષ અર્થની સંકલનાના ઉપયોગ વિનાનો હોવાથી મિથ્યાદષ્ટિ છે. આ હકીકત જૈન સંપ્રદાયમાં પ્રસિદ્ધ છે. તેથી પ્રસ્તુતમાં દ્રવ્યાર્થિકમતમાં માન્ય રૂપાન્તરસ્વરૂપ અવસ્થિત
1. થ્યિાવૃષ્ટિ: પ્રત્યેવં તૌરિ મૂનના