________________
દીક્ષાદ્વાત્રિંશિકા|શ્લોક-૨૬
सर्वसंवरोपपत्तेः, तदुपकारकत्वस्य चोभयत्राविशेषात्, तत्सन्निहितोपकारकत्वस्य च शुद्धोपयोगमात्राविश्रान्तत्वात्, आपेक्षिकस्य च तस्य शुद्धोपयोगे (शुभोपयोगे ) ऽप्यबाधाद्, उचितगुणवृत्तित्वेन न्याय्यत्वाच्चेति ||२६||
ટીકાર્ય :
યેષાં ..... ૩૫૫ત્તે:, જે વાદીઓને મોક્ષરૂપ ફળમાં શુભઉપયોગનું અને શુદ્ધઉપયોગનું તુલ્યકક્ષપણું નથી=સાધારણપણાથી પ્રધાનહેતુપણું નથી અર્થાત્ મોક્ષ પ્રત્યે બન્ને પ્રધાન કારણ તરીકે સમાન નથી, તેઓને શૈલેશીઅવસ્થાવર્તી અન્ય ક્ષણમાં જ વિશ્રામ થાય; કેમ કે ત્યારે જ= શૈલેશીની અન્ય ક્ષણમાં જ, સર્વસંવરની ઉપપત્તિ છે.
અહીં પ્રશ્ન થાય કે શૈલેશીનો ચ૨મ સમય મોક્ષનું સાક્ષાત્ કારણ ભલે હોય, તોપણ એ અવસ્થાની પ્રાપ્તિ પ્રત્યે શુદ્ધઉપયોગ ઉપકારક છે; કેમ કે આત્માના શુદ્ધભાવોમાં જવાના ઉદ્યમસ્વરૂપ છે; જ્યારે શુભઉપયોગ તેનો ઉ૫કા૨ક નથી; કેમ કે પ્રશસ્ત રાગાદિના વિકલ્પોથી આત્માની શુદ્ધ અવસ્થાને દૂષિત કરનાર છે. આ પ્રકારની દિગંબરની માન્યતાને સામે રાખીને તેનું નિરાકરણ કરવા માટે ગ્રંથકારશ્રી અન્ય હેતુ કહે છે –
ટીકાર્ય :
૭
तदुपकारकत्वस्य વિશેષાત્, તદુપકારકપણાનો=શૈલેશીની ચરમક્ષણના ઉપકારકપણાનો, બંને સ્થાનમાંશુભઉપયોગમાં અને શુદ્ધઉપયોગમાં, અવિશેષ છે=દૂર-આસન્નતાકૃત ભેદ હોવા છતાં સર્વસંવરરૂપ ચરમક્ષણની પ્રાપ્તિ પ્રત્યે સમાન રીતે કારણપણું છે.
.....
Jain Education International
અહીં દિગંબર કહે છે કે “શુભઉપયોગ કરતાં શુદ્ધઉપયોગ સર્વસંવર પ્રત્યે સન્નિહિત છે. તેથી શુદ્ધઉપયોગમાં સન્નિહિત ઉપકારકતા છે, શુભઉપયોગમાં સન્નિહિત ઉપકારકતા નથી. તેથી મોક્ષ પ્રત્યે શુદ્ધઉપયોગ અને શુભઉપયોગ સમાન રીતે પ્રધાન હેતુ નથી.” તેના નિરાકરણ અર્થે અન્ય હેતુ કહે છે. તત્સન્નિતિ ..... વિશ્રાનવાત્, તત્સવિહિત ઉપકારકત્વનું=સર્વસંવરને સન્નિહિત ઉપકારકપણાનું, શુદ્ધઉપયોગમાત્રમાં અવિશ્રાન્તપણું છે અર્થાત્ શુદ્ધઉપયોગ
For Private & Personal Use Only
www.jainelibrary.org